Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 16 જુલાઈએ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળશે:મંદિર પરિસરમાં મહત્વની બેઠક મળી, તૈયારીઓ માટે વિવિધ સમિતિઓની સર્વાનુમતે રચના

    3 days ago

    પાટણ શહેરમાંથી આગામી તારીખ 16 જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત મંગળવારે જગન્નાથ મંદિર પરિસર ખાતે એક મહત્વની બેઠક મળી હતી, જેમાં રથયાત્રાના સુચારુ આયોજન માટે વિવિધ સમિતિઓની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી. આયોજનને યાદગાર બનાવવા ચેરમેનની અપીલ જગન્નાથ રથયાત્રા સમિતિની વિવિધ કમિટીઓની રચના અર્થે મળેલી આ બેઠકમાં ઉપસ્થિત જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના ચેરમેન પિયુષ આચાર્યે બેઠકની શરૂઆતમાં સૌ ભક્તોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે 144મી રથયાત્રા અંતર્ગત આયોજિત થનારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની વિગતવાર જાણકારી આપી હતી. ચેરમેને તમામ સમિતિના સભ્યોને એકજૂથ થઈને સહભાગી બનવા અને આ વર્ષની રથયાત્રાને ઐતિહાસિક તેમજ યાદગાર બનાવવા અપીલ કરી હતી. સેવા આપવા ઈચ્છતા ભક્તો માટે નામ નોંધણી શરૂ બેઠક દરમિયાન જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિનોદ જોશીએ રથયાત્રા સમિતિની વિવિધ કમિટીઓના સભ્યોની નામાવલી વાંચી સંભળાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે પણ ભક્તો ભગવાનની રથયાત્રામાં નિસ્વાર્થ ભાવે સેવા આપવા ઈચ્છતા હોય, તેઓએ આગામી 7 દિવસમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પાસે પોતાના નામની નોંધણી કરાવી લેવી. બીજા એક ટ્રસ્ટી પ્રવીણ બારોટે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની રથયાત્રા સમગ્ર પાટણ શહેરના ગૌરવ સમાન છે. આ ગૌરવ જળવાઈ રહે તે માટે તમામ કમિટીના સભ્યોએ પોતાની જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવવી જોઈએ. બેઠકમાં હાજર રહેલા અન્ય ભક્તોએ પણ પોતાના મહત્વના મંતવ્યો રજૂ કરી રથયાત્રાના સફળ આયોજન માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આભાર વિધિ સાથે બેઠક સંપન્ન ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાના આયોજન સંદર્ભે મળેલી આ મહત્વની બેઠકના અંતે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશ્વિન જોશી દ્વારા ઉપસ્થિત સૌ સભ્યો અને ભક્તોની આભાર વિધિ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પેલિકન ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઈટમાં વાહનચાલકો ઉભા રહેતા નથી:પૂશબટન દબાવ્યા બાદ રોડ ક્રોસ કરતા રાહદારીઓને અકસ્માતનો ભય, નિયમોને લઈ લોકોમાં જાગૃતતાનો અભાવ
    Next Article
    G7 Summit LIVE: PM Modi, Trump To Hold Bilateral To Discuss Trade, AI, Global Security

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment