Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહોરમ અને રથયાત્રા પૂર્વે પોલીસનું સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ:ગંગાજળિયા સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ત્રણ પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસનું ફ્લેગ માર્ચ

    13 hours ago

    ભાવનગરમાં આગામી મહોરમ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ભાવનગર રેન્જના આઈજી રાજેન્દ્ર અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. નિતેષ પાંડેયના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સઘન તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા હેતુથી આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં એરીયા ડોમીનેશન અને ફૂટ પેટ્રોલિંગ આ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક (સીટી ડીવાઈએસપી) આર.આર. સિંધાલની અધ્યક્ષતામાં ગંગાજળિયા પોલીસ મથક વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં એરીયા ડોમીનેશન અને ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. આ કામગીરીમાં ગંગાજળિયા, ઘોઘારોડ અને નિલમબાગ પોલીસ મથકના પીઆઇ સહિત વિવિધ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટરો, સર્વેલન્સ સ્ટાફ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે પોલીસ કાફલા દ્વારા જરૂરી સૂચનાઓ આપી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    14 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સખત કેદ:વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટેનો ​પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવા આદેશ, દુષ્કર્મના આરોપીને ₹20 હજારનો દંડ ફટકાર્યો
    Next Article
    કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની અગાઉથી મળશે માહિતી:AMCએ અદ્યતન રેઇન ફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ અમલમાં મૂકી, શહેરમાં વોર્ડ લેવલ સુધી વરસાદની આગાહી શક્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment