Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની અગાઉથી મળશે માહિતી:AMCએ અદ્યતન રેઇન ફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ અમલમાં મૂકી, શહેરમાં વોર્ડ લેવલ સુધી વરસાદની આગાહી શક્ય

    14 hours ago

    ચોમાસાની સિઝનમાં શહેરમાં વરસાદી પરિસ્થિતિઓનો સમયસર અંદાજ મેળવી શકાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અદ્યતન રેઇન ફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. વેબ આધારિત ઈન્ટિગ્રેટેડ મોડેલિંગ અને ડિસિઝન સપોર્ટ સિસ્ટમના માધ્યમથી હવે શહેરમાં વોર્ડ લેવલ સુધી વરસાદની આગાહી શક્ય બની છે. વરસાદની તીવ્રતા અને હવાની ગુણવત્તાની ચોક્કસ આગાહી મળશે આ સિસ્ટમ માટે C-DAC, પુણેના હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ (HPC) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. આ ડેટા આધારિત મોડેલિંગ દ્વારા શહેરના હવામાન, વરસાદની તીવ્રતા અને હવાની ગુણવત્તા અંગે અગાઉથી ચોક્કસ આગાહી પ્રાપ્ત થાય છે, જે સંકળાયેલા વિભાગોને સમયસર કાર્યવાહી કરવા માટે મદદરૂપ બને છે. કયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા તે જાણી શકાય આ ફોરકાસ્ટિંગ સિસ્ટમ હેઠળ શહેર માટે ડેઇલી એક્યુમ્યુલેટેડ રેઇનફોલ (WRF મોડલ - 1.5 કિમી રિઝોલ્યુશન) આધારે આગાહી તૈયાર કરવામાં આવે છે. શહેર તેમજ જિલ્લા સ્તરે વરસાદના વિતરણનું વિશ્લેષણ કરીને અલગ અલગ વિસ્તારોમાં કેટલો વરસાદ થઈ શકે છે તેની વિગતવાર માહિતી ઉપલબ્ધ થાય છે. ખાસ કરીને વોર્ડ લેવલ રેઇનફોલ ફોરકાસ્ટ દ્વારા શહેરના દરેક વિસ્તાર માટે અલગ અલગ રંગોના આધારે વરસાદની તીવ્રતા દર્શાવવામાં આવે છે, જેના કારણે કયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તે તરત જાણી શકાય છે. આ સિસ્ટમમાં પ્રયોગાત્મક મોડલિંગના આધારે અલગ અલગ સમયગાળા માટે વરસાદના પેટર્ન પણ દર્શાવવામાં આવે છે. ઈમરજન્સી પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા શહેર તૈયાર આ ટેક્નોલોજી આધારિત ફોરકાસ્ટિંગ સિસ્ટમના કારણે મોન્સૂન દરમિયાન શહેરમાં પાણી ભરાવાની શક્યતાઓને અગાઉથી ઓળખીને જરૂરી તૈયારીઓ કરી શકાશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પૂર્વ આયોજનથી નાગરિકોને થતી મુશ્કેલીઓમાં ઘટાડો લાવવા આ સિસ્ટમ મહત્વપૂર્ણ સાબિત થશે. આ અદ્યતન ફોરકાસ્ટિંગ મોડલના આધારે મોન્સૂન મેનેજમેન્ટ વધુ અસરકારક બનશે અને ઈમરજન્સી પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા માટે શહેર વધુ તૈયાર રહેશે.
    Click here to Read More
    Previous Article
    મહોરમ અને રથયાત્રા પૂર્વે પોલીસનું સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ:ગંગાજળિયા સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ત્રણ પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસનું ફ્લેગ માર્ચ
    Next Article
    સુરેન્દ્રનગરમાં 17 લાખ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરાશે:જિલ્લાને હરિયાળો બનાવવા સામાજિક વનીકરણ વિભાગ સજ્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment