Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સખત કેદ:વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટેનો ​પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવા આદેશ, દુષ્કર્મના આરોપીને ₹20 હજારનો દંડ ફટકાર્યો

    11 hours ago

    વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષની સગીર કિશોરી સાથે મિત્રતા કેળવી, તેને અવારનવાર હવસનો શિકાર બનાવી 6 મહિનાની ગર્ભવતી બનાવનાર આરોપી રમેશ ગોરખનાથ પ્રજાપતિ (ઉં.વ. 37)ને વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ અદાલતે પીડિત સગીરાને રૂપિયા 4 લાખનું આર્થિક વળતર આપવાનો પણ મહત્વનો હુકમ કર્યો છે. સરકારી વકીલની ધારદાર રજૂઆત આ કેસની સુનાવણી દરમિયાન પબ્લિક પ્રોસિક્યુટર (DGP) અનિલ ત્રિપાઠીએ અદાલત સમક્ષ ધારદાર કાયદાકીય દલીલો રજૂ કરી હતી. તેમણે સમાજમાં સગીરાઓ પર વધતા આવા ગંભીર ગુનાઓ સામે દાખલારૂપ સજા કરવા ભાર મૂક્યો હતો. વાપીના સ્પેશિયલ જજ ડૉ. એચ. એન. વકીલે આ દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને કોઈ પણ પ્રકારની દયા દાખવ્યા વિના આકરી સજા ફટકારી હતી. અદાલતે કઈ કલમ હેઠળ શું સજા ફટકારી? પોક્સો એક્ટની કલમ 6 હેઠળ: 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 10,000નો દંડ. દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદ. ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 64(2)(M) તથા 65(1) હેઠળ: 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 10,000નો દંડ. દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદ. અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે આરોપીને ફટકારવામાં આવેલી આ તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે. પીડિતાને 4 લાખનું વળતર મળશે અદાલતે ભોગ બનનાર સગીર કિશોરીની માનસિક અને શારીરિક સ્થિતિ તેમજ ભવિષ્યને ધ્યાને રાખીને, તેને રૂપિયા 4 લાખ વળતર પેટે ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આ ચુકાદાથી પીડિતાને ન્યાય મળ્યો છે
    Click here to Read More
    Previous Article
    ગોદલી ગામે જન કલ્યાણ શિબિર યોજાઈ:ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે લાભાર્થીઓને યોજનાઓના લાભોનું વિતરણ કર્યું
    Next Article
    મહોરમ અને રથયાત્રા પૂર્વે પોલીસનું સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ:ગંગાજળિયા સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ત્રણ પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસનું ફ્લેગ માર્ચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment