Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોદલી ગામે જન કલ્યાણ શિબિર યોજાઈ:ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે લાભાર્થીઓને યોજનાઓના લાભોનું વિતરણ કર્યું

    10 hours ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઘોઘંબા તાલુકાના ગોદલી ગામ ખાતે "જન કલ્યાણ શિબિર"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે ઉપસ્થિત નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જનકલ્યાણ અને સર્વાંગી વિકાસના સંકલ્પને આગળ વધારતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના સમાપન પ્રસંગે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણ માટે સમર્પિત છેલ્લા 12 વર્ષની યાત્રા જનસેવા, વિકાસ અને અંત્યોદયના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: રામ મંદિરમાં ચોરી, મોદી એક્શનમાં:અલગ-અલગ ત્રણ રીતે સિસ્ટેમેટિક ખેલ પડ્યો, RSS-VHPની વર્ચસ્વની લડાઇ સામે સવાલ, માસ્ટર માઇન્ડ કોણ? 50 કર્મચારી રડારમાં
    Next Article
    14 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સખત કેદ:વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટેનો ​પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવા આદેશ, દુષ્કર્મના આરોપીને ₹20 હજારનો દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment