Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોટરી ક્લબ પાટણે 'પ્રગતિ પથ યાત્રા' યોજી:ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવાઈ

    4 days ago

    પાટણમાં રોટરી ક્લબ દ્વારા 'પ્રગતિ પથ યાત્રા'નું બીજા દિવસે પણ સફળ આયોજન કરાયું હતું. આ યાત્રાનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યમાં અમલમાં આવેલા વિવિધ વિકાસ પ્રકલ્પોની જાણકારી જનસામાન્ય સુધી પહોંચાડવાનો અને નાગરિકોને વિકાસ પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનાવવાનો હતો. આ યાત્રા અંતર્ગત જિલ્લાના ધાર્મિક સંતો, પ્રતિષ્ઠિત નાગરિકો અને વિદ્યાર્થીઓને પાટણ જિલ્લાના 10 વિકાસલક્ષી, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત કરાવવામાં આવી હતી. આ સ્થળોમાં બસ પોર્ટ, રાણકી વાવ, સાયન્સ સેન્ટર અને બિંદુ સરોવરનો સમાવેશ થાય છે. આ યાત્રાનું આયોજન ડીપીઓ ડુમાણિયા અને રોટરીના ડૉ. બાબુભાઈ પ્રજાપતિના સંકલનથી થયું હતું. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, રોટરી ક્લબ પાટણના પ્રમુખ ડૉ. પરીમલભાઈ જાની, રો. ભગાભાઈ પટેલ, રો. કનુભાઈ પટેલ, રો. પરેશ પટેલ અને જિલ્લા આયોજન કચેરીના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ રાજ્યના વિકાસકાર્યો વિશે માહિતી મેળવી હતી. તેમણે વિકસિત ભારતના નિર્માણમાં દરેક નાગરિકની સક્રિય સહભાગિતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    TAT (HS)ની પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર:1.47 લાખ ઉમેદવારોમાંથી 10,876એ 100થી વધુ ગુણ મેળવ્યા, પરિણામ જોવા વેબસાઈટ ખુલતી ન હોવાની ફરિયાદ
    Next Article
    ગીરસોમનાથમાં 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી:‘યોગ ફોર હેલ્ધી એજિંગ’ થીમ, સોમનાથ મંદિરમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment