Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TAT (HS)ની પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર:1.47 લાખ ઉમેદવારોમાંથી 10,876એ 100થી વધુ ગુણ મેળવ્યા, પરિણામ જોવા વેબસાઈટ ખુલતી ન હોવાની ફરિયાદ

    4 days ago

    રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા વર્ષ 2026માં લેવાયેલી શિક્ષક અભિરુચિ કસોટી- ઉચ્ચતર માધ્યમિકની પ્રીલિમ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના ઉમેદવારો માટેનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.sebexam.org પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જો કે, હાલ વેબસાઈટ ન ખુલતી હોવાની ફરિયાદો ઉઠી છે. જાહેર કરાયેલા પરિણામ મુજબ 1,47,584 વિદ્યાર્થીઓમાંથી કૂલ 10,876 વિદ્યાર્થીઓએ 100 કરતા વધુ માર્ક મેળવ્યા છે. 1,47,584 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી આ વર્ષે કુલ 1,47,584 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરિણામના આંકડા મુજબ 51,971 ઉમેદવારોએ 70થી વધુ ગુણ, 34,644 ઉમેદવારોએ 80થી વધુ ગુણ, 20,893 ઉમેદવારોએ 90થી વધુ ગુણ અને 10,876 ઉમેદવારોએ 100થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્યારે 1,666 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. પુનઃ ચકાસણી માટે 18 થી 30 જૂન દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે રાજ્ય પરીક્ષા બોર્ડે પરિણામ અંગે કોઈ વાંધો હોય અથવા ગુણની પુનઃ ચકાસણી કરાવવી હોય તેવા ઉમેદવારો માટે 18 જૂનથી 30 જૂન સુધી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. 19 જુલાઈએ ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા આગામી તબક્કામાં ગુજરાતી માધ્યમની TAT મુખ્ય પરીક્ષા 19 જુલાઈ, 2026ના રોજ યોજાશે, જ્યારે હિન્દી માધ્યમની મુખ્ય પરીક્ષા ઓગસ્ટ મહિનામાં યોજાય તેવી શક્યતા છે. પરિણામ જાહેર થતાં હવે હજારો ઉમેદવારો મુખ્ય પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    ફોઈઓએ 2 લાખમાં સોદો કરી સગીરાના લગ્ન કરાવ્યા હતા:વડોદરામાં બાળલગ્નનો વિરોધ કરતા સગીરાને ગરમ સ્ક્રુ ડ્રાઈવરથી ડામ આપનાર 3 ફોઈને 20 વર્ષની કેદ, આરોપીઓને પીડિતાને 5 લાખ વળતર ચૂકવવા આદેશ કરાયો
    Next Article
    રોટરી ક્લબ પાટણે 'પ્રગતિ પથ યાત્રા' યોજી:ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment