Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ:આરોપીની પત્ની સગીરાના હાથ પકડી રાખતી અને આરોપી શરાબ પીને દુષ્કર્મ આચરતો, પીડિતાના પિતા પાસે ખંડણી માંગી

    5 days ago

    અમદાવાદના અમરાઈવાડી પોલીસ મથકે વર્ષ 2023માં મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા આરોપી 26 વર્ષીય ભોલા જાટવ અને તેની પત્ની રાની સામે IPC અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા કોર્ટે 11 સાહેદ અને 17 દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વકીલ દેવેન્દ્ર.પી.પઢિયારની દલીલોને આધારે આરોપી ભોલા જાટવને આજીવન કેદની સજા અને કુલ 1.20 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે તેની પત્ની રાની ભાગેડુ છે. સગીરાને ભગાડી જઈ યુપી અને દિલ્હી લઈ ગયો હતો કેસને વિગતે જોતા 13 વર્ષ અને 08 મહિનાની પીડિત સગીરા પોતાના પરિવાર સાથે અને આરોપી પોતાની પત્ની સાથે એક જ બિલ્ડિંગમાં ભાડેથી રહેતા હતા. સગીર પુત્રી એક દિવસ ગુમ થઈ જતા પરિવારે તેને શોધી હતી, પરંતુ તે ન મળતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ખરેખરમાં આરોપી ભોલા જાટવ તેને લગ્નની લાલચ આપીને ભગાડી ઉત્તરપ્રદેશ અને દિલ્હી લઈ ગયો હતો. જ્યાં સગીરા સાથે તેને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. વળી સગીરાને સહી સલામત છોડવા આરોપીએ સગીરાના પિતા પાસે ખંડણી પણ માંગી હતી. પત્નીની હાજરીમાં જ આરોપી સગીરા પર દુષ્કર્મ આચરતો પોલીસે આરોપી અને સગીરાને ઉત્તરપ્રદેશથી શોધી કાઢ્યા હતા. આરોપીની પત્ની સગીરાને ઘેનની ગોળીઓ આપતી અને હાથ પકડી રાખતી જ્યારે ભોલો સગીરા ઉપર દુષ્કર્મ આચરતો. વળી ભોલાએ પોતાની પત્ની રાનીને પોતાની ભાભી જણાવી હતી. પરંતુ સગીરાની હાજરીમાં તે રાની સાથે પણ શરીર સંબંધ બાંધતો, જ્યારે સગીરાનું કહેવું હતું કે રાની તેને જાનથી મારી નાખવાની ધમકી આપતી અને સગીર છોકરીઓના વેપાર સાથે સંકળાયેલી હતી. આરોપી બંટી બબલીના ત્રાસથી સગીરાને 5 દિવસ હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી. વળી ડોક્ટરના રીપોર્ટ મુજબ સગીરા માનસિક રીતે નબળી છે. કોર્ટે આરોપીને સજા ફટકારવાની સાથે સગીરાને 7 લાખ રૂપિયા વળતર ચૂકવવા ઓથોરિટીને હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં જાહેર શૌચાલયને તાળું:ભદ્રકાળી ચોકમાં આવેલું જાહેર શૌચાલય બંધ હોવાથી યાત્રિકો પરેશાન
    Next Article
    એક તરફ પોર્ટલ બંધ ભીડ બીજી તરફ જનકલ્યાણ શિબિર:હિંમતનગરમાં જન્મ-મરણ દાખલા કઢાવવામાં અરજદારોને હાલાકી; નેતાઓની હાજરીમાં વ્યવસ્થા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment