Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક તરફ પોર્ટલ બંધ ભીડ બીજી તરફ જનકલ્યાણ શિબિર:હિંમતનગરમાં જન્મ-મરણ દાખલા કઢાવવામાં અરજદારોને હાલાકી; નેતાઓની હાજરીમાં વ્યવસ્થા કરાઈ

    5 days ago

    સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર નગરપાલિકામાં જન્મ-મરણના દાખલા મેળવવા માટે અરજદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ચારમાંથી ત્રણ પોર્ટલ બંધ હોવાથી અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકામાં જન્મ-મરણના દાખલા માટે કુલ ચાર પોર્ટલ કાર્યરત છે, પરંતુ તેમાંથી માત્ર એક જ પોર્ટલ ચાલુ છે. આના કારણે દરરોજ ૧૦૦થી વધુ દાખલા કાઢી શકાતા હોવા છતાં, અરજદારોની લાંબી કતારો લાગે છે. મંગળવારે સવારથી જ નાના બાળકો સાથે અરજદારો લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા. આ અંગે હિંમતનગર નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. જોકે, હજુ સુધી બંધ પોર્ટલ ચાલુ થયા નથી. પાલિકા દ્વારા અરજદારોની જાણકારી માટે 'એક પોર્ટલ ચાલુ છે' તેવું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. એક તરફ જન્મ-મરણના દાખલાની સમસ્યા હતી, ત્યારે બીજી તરફ મંગળવારે હિંમતનગર નગરપાલિકામાં 'વિકસિત ભારત - ૨૦૪૭'ના સંકલ્પને સાકાર કરવા અને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાના હેતુથી જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં લખપતિ દીદી યોજના, સોલાર યોજના, લોન સુવિધા, આવકના દાખલા, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ સહિતની સરકારી યોજનાઓ માટે જરૂરી માર્ગદર્શન અને સ્થળ પર દાખલા કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમ્ન વાજા, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, હિંમતનગર ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ:આરોપીની પત્ની સગીરાના હાથ પકડી રાખતી અને આરોપી શરાબ પીને દુષ્કર્મ આચરતો, પીડિતાના પિતા પાસે ખંડણી માંગી
    Next Article
    Amanda Seyfried Reveals Why She Hired A Bodyguard After Charlie Kirk's Murder

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment