Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં જાહેર શૌચાલયને તાળું:ભદ્રકાળી ચોકમાં આવેલું જાહેર શૌચાલય બંધ હોવાથી યાત્રિકો પરેશાન

    5 days ago

    દ્વારકાના ભદ્રકાળી ચોક વિસ્તારમાં આવેલા પે એન્ડ યુઝ જાહેર શૌચાલયને તાળું લાગી જતાં યાત્રિકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યાત્રાધામ દ્વારકામાં દરરોજ મોટી સંખ્યામાં બહારગામથી યાત્રિકો આવે છે, ત્યારે આ મૂળભૂત સુવિધા બંધ રહેતા અનેક સવાલો ઊભા થયા છે. ભદ્રકાળી ચોક શહેરના મુખ્ય અને વ્યસ્ત વિસ્તારો પૈકી એક છે. અહીંથી યાત્રિકો, સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોની સતત અવરજવર રહે છે. આવા મહત્ત્વના સ્થળે જાહેર શૌચાલય જેવી આવશ્યક સુવિધા બંધ હોવાથી ખાસ કરીને બહારથી આવતા યાત્રિકોને શૌચાલય માટે ભટકવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ શૌચાલયની દીવાલ પર “Swachh Survekshan 2025”નું લખાણ સ્પષ્ટપણે દેખાય છે. એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણનો સંદેશ અને બીજી તરફ જાહેર શૌચાલય પર તાળું, આ વિરોધાભાસી દૃશ્ય નાગરિકોમાં આશ્ચર્ય અને રોષ જગાવી રહ્યું છે. સ્થાનિકો અને યાત્રિકો દ્વારા જવાબદાર તંત્રને તાત્કાલિક ધ્યાન આપીને ભદ્રકાળી ચોકના આ પે એન્ડ યુઝ શૌચાલયને વહેલી તકે ચાલુ કરવા માંગ કરવામાં આવી છે. યાત્રાધામ દ્વારકાની ઓળખ અને યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આવી મૂળભૂત જાહેર સુવિધાઓ નિયમિતપણે ખુલ્લી રહે તે અત્યંત જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    આ મહિનાના અંત સુધીમાં પાણીની સમસ્યા હળવી થવાની શક્યતા:આજવા સરોવરમાં પોન્ટુન ઇન્સ્ટોલ કરાયું, પ્રથમ તબક્કામાં 75 અને ડિસેમ્બર સુધીમાં 50 MLD પાણી મળી શકશે
    Next Article
    સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ:આરોપીની પત્ની સગીરાના હાથ પકડી રાખતી અને આરોપી શરાબ પીને દુષ્કર્મ આચરતો, પીડિતાના પિતા પાસે ખંડણી માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment