Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પુરુષોત્તમ માસ પૂર્ણાહુતિ, પોથીજીની શોભાયાત્રા:સોમવતી અમાસના પવિત્ર અવસરે ભક્તિમય વાતાવરણ સર્જાયું

    5 days ago

    પાટણમાં પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ અને સોમવતી અમાસના પવિત્ર અવસરે ગોરસ્થાનની ખડકી સ્થિત શ્રી સટમ્બીકા માતાજીના મંદિરેથી પોથીજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ ધાર્મિક યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા અને ધર્મલાભ લીધો હતો. શોભાયાત્રા શ્રી સટમ્બીકા માતાજીના મંદિરેથી પ્રસ્થાન કરીને જુનાગંજ સ્થિત શ્રી કાશી વિશ્વનાથ મંદિરે પહોંચી હતી. અહીં ભક્તોએ ભાવપૂર્વક દર્શન-પૂજન કર્યા હતા. ઢોલ-નગારાના તાલ, હરિધૂન, જયઘોષ અને ફટાકડાની આતશબાજી વચ્ચે ભક્તો ભક્તિરસમાં લીન થઈ નાચતા-કૂદતા આગળ વધ્યા હતા. ત્યારબાદ આ શોભાયાત્રા ભાટીયાવાડ માર્ગે ગોરસ્થાનની ખડકી વિસ્તારમાં આવેલા હર્ષિદાબેન અને રાકેશકુમાર જોશીના નિવાસસ્થાને પહોંચી હતી. અહીં પોથીજીનું વિધિવત્ પધરામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આરતી, થાળ અને પ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત ભક્તોએ અનન્ય ભક્તિભાવથી આરતી-પૂજન કરી ધર્મલાભ મેળવ્યો હતો. આ પવિત્ર ધાર્મિક પ્રસંગે વિસ્તારના ભક્તજનો, હર્ષિદાબેન અને રાકેશકુમાર જોશીના સગા-સંબંધીઓ, પરિવારજનો, સ્નેહીઓ તેમજ હેત જોશીના મિત્રવર્તુળે મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો, જે પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિનો આધ્યાત્મિક આનંદ અને સંસ્કારનો અનોખો સંગમ બની રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગોધરાના સારંગપુર ગામે 'આઓ ગાંવ ચલે' કેમ્પ:આંબલી ફળિયા પ્રાથમિક શાળામાં ગ્રામજનોને નિઃશુલ્ક સારવાર અને માર્ગદર્શન અપાયું
    Next Article
    ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં:કડવા પાટીદાર અગ્રણી મૌલેશ ઉકાણી સાથે બંધબારણે બેઠક, 'કમલમ'માં કાર્યકરો સાથે સંવાદ અને સ્વ. જનક કોટકનાં પરિવારને સાંત્વના પાઠવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment