Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના સારંગપુર ગામે 'આઓ ગાંવ ચલે' કેમ્પ:આંબલી ફળિયા પ્રાથમિક શાળામાં ગ્રામજનોને નિઃશુલ્ક સારવાર અને માર્ગદર્શન અપાયું

    5 days ago

    પંચમહાલ જિલ્લાના સારંગપુર ગામ ખાતે આવેલ આંબલી ફળિયા પ્રાથમિક શાળામાં 'આઓ ગાંવ ચલે' આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા મેડિકલ એસોસિએશન, ગોધરા ગાયનેક સોસાયટી અને લારા હોસ્પિટલના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. આ આરોગ્ય કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામજનોના આરોગ્યની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાત ડોકટરો દ્વારા વિવિધ આરોગ્ય સમસ્યાઓ અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું અને દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ પણ કરાયું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે ગામડાઓ સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવા અને લોકોમાં આરોગ્ય જાગૃતિ વધારવાના હેતુથી આવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. સ્વસ્થ સમાજના નિર્માણ માટે આવા આરોગ્યલક્ષી પ્રયાસો અત્યંત મહત્વપૂર્ણ છે. ગ્રામજનોએ પણ આયોજકોના આ પ્રયાસને બિરદાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    4 ‘Namo’ cities to be developed in Delhi-NCR, says Minister Manohar Lal
    Next Article
    પાટણમાં પુરુષોત્તમ માસ પૂર્ણાહુતિ, પોથીજીની શોભાયાત્રા:સોમવતી અમાસના પવિત્ર અવસરે ભક્તિમય વાતાવરણ સર્જાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment