Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં જનકલ્યાણ શિબિર યોજાઈ:લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળ્યો

    4 days ago

    રાજ્ય સરકારના '12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' અભિયાન હેઠળ પાટણ જિલ્લાના સંખારી ગામ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓએ ઉપસ્થિત રહી વિવિધ સરકારી યોજનાઓની માહિતી મેળવી તથા લાભો પ્રાપ્ત કર્યા. શિબિરમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરીને નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. લાભાર્થીઓને વિવિધ યોજનાઓના મંજૂરીપત્રો, સહાયના ચેક અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ અરજીઓ સ્વીકારીને તેનો સ્થળ પર જ નિકાલ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. જનકલ્યાણ શિબિરો દ્વારા નાગરિકોને વિવિધ કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહેતી નથી અને એક જ સ્થળે અનેક સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બને છે. શિબિરમાં ગ્રામજનોને આવકના દાખલા, જાતિના દાખલા, આધારકાર્ડ સંબંધિત સેવાઓ, સામાજિક સુરક્ષા યોજનાઓ, કૃષિ સહાય, મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય, શિક્ષણ અને રોજગાર સહિતના વિવિધ વિભાગોની સેવાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જેને લાભાર્થીઓએ રાજ્ય સરકારની જનહિતલક્ષી પહેલ તરીકે આવકારી હતી.
    Click here to Read More
    Previous Article
    ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ભંગાણની અટકળો:શિંદે જૂથના MLCનો દાવો- અમારા સંપર્કમાં 7 સાંસદો; ઉદ્ધવ બોલ્યા- પાર્ટી છોડવા માંગે છે તેઓ ખુશીથી જાય
    Next Article
    ખેડૂતો બાદ હવે આવતીકાલથી શિક્ષકોનું પણ રાજ્યભરમાં આંદોલન:20 જૂન સુધી ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપશે, 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment