Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ભંગાણની અટકળો:શિંદે જૂથના MLCનો દાવો- અમારા સંપર્કમાં 7 સાંસદો; ઉદ્ધવ બોલ્યા- પાર્ટી છોડવા માંગે છે તેઓ ખુશીથી જાય

    4 days ago

    શિવસેના (શિંદે જૂથ) ના MLC કૃપાલ તુમાણેએ દાવો કર્યો કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ના 7 સાંસદો તેમના સંપર્કમાં છે. ANI સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે 'ઓપરેશન ટાઈગર' હેઠળ છેલ્લા એક મહિનાથી ચર્ચા ચાલી રહી છે. હવે અંતિમ તબક્કામાં છે. ચોમાસુ સત્ર પહેલા આ સાંસદો શિંદે જૂથમાં જોડાઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન 14 જૂને ઉદ્ધવ ઠાકરેએ પોતાના સાંસદોની બેઠક બોલાવી છે. બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો કોઈ પાર્ટી છોડવા માંગે છે તો તેને રોકવામાં આવશે નહીં. તેઓ ખુશીથી જાય. ઉદ્ધવે 2022માં થયેલી શિવસેનાની ફૂટનો ઉલ્લેખ કરતા કહ્યું- તે સમયે પણ મને બળવાની જાણકારી હતી, પરંતુ મેં કોઈના પર દબાણ કર્યું ન હતું. શિવસેના (UBT) સાંસદે મંત્રી સાથે મુલાકાત કરી યવતમાલ-વાશિમ બેઠક પરથી શિવસેના (UBT) સાંસદ સંજય દેશમુખે સોમવારે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવ સાથે મુલાકાત કરી. દેશમુખે રવિવારની બેઠકમાં પારિવારિક કારણો ટાંકીને વ્યક્તિગત રીતે ભાગ લીધો ન હતો. જોકે, PTI સાથેની વાતચીતમાં રાઉતે કહ્યું કે આ મુલાકાત અંગે ખોટી તસવીર રજૂ કરવામાં આવી રહી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે શિવસેના (UBT) ના તમામ સાંસદો પાર્ટી સાથે છે. રાઉત બોલ્યા- બધા સાંસદો એકજૂટ છે UBT સાંસદ સંજય રાઉતે શિંદે જૂથના દાવાઓને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે પાર્ટીના તમામ સાંસદો ઉદ્ધવ ઠાકરે સાથે છે અને વિભાજનના સમાચાર ખોટા છે. કૃપાલ તુમાને કોણ છે? મહારાષ્ટ્રના રાજકારણમાં આવું કોઈ મોટું નામ નથી. રાઉતે કહ્યું કે ચાર દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં તમામ સાંસદો હાજર રહ્યા હતા અને તેમણે તેમના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કેટલાક નેતાઓએ તો પોતાના પરિવારજનોના સોગંદ ખાઈને ઉદ્ધવ ઠાકરે સાથે રહેવાની વાત કહી હતી. જોકે, મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મીટિંગમાં 4 સાંસદો પહોંચ્યા હતા, જ્યારે એક સાંસદ ઓનલાઈન જોડાયા હતા. 4 સાંસદો મીટિંગમાં સામેલ થયા ન હતા. ચાર વર્ષ પહેલા શિવસેના તૂટી હતી 20 જૂન 2022ના રોજ મહારાષ્ટ્રમાં શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે ગયા. ત્યારે ઉદ્ધવ મુખ્યમંત્રી હતા. રાજ્યપાલે તેમને ફ્લોર ટેસ્ટ માટે કહ્યું. ઉદ્ધવ સુપ્રીમ કોર્ટ ગયા, પરંતુ કોર્ટે ફ્લોર ટેસ્ટ રોક્યો નહીં, તેથી ઉદ્ધવે રાજીનામું આપી દીધું. 30 જૂન 2022ના રોજ શિંદે ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. પછી બંને જૂથ એકબીજાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા સુપ્રીમ કોર્ટ ગયા. કોર્ટે નિર્ણય સ્પીકર રાહુલ નાર્વેકર પર છોડી દીધો. 10 જાન્યુઆરી 2023ના રોજ સ્પીકરે કહ્યું કે જ્યારે બળવો થયો, ત્યારે શિંદે જૂથમાં 37 ધારાસભ્યો હતા. તેથી આ જ અસલી શિવસેના છે. સ્પીકરે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીઓ ફગાવી દીધી. તેમની સદસ્યતા પણ રદ કરી નહીં. આ દરમિયાન, ચૂંટણી પંચે શિવસેનાનું ચૂંટણી ચિહ્ન ધનુષ-બાણ શિંદે જૂથને આપી દીધું.
    Click here to Read More
    Previous Article
    Pune-Danapur Amrit Bharat Express: Train number, route, stops, frequency, time table
    Next Article
    પાટણમાં જનકલ્યાણ શિબિર યોજાઈ:લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે મળ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment