Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘંબાના રિંછવાણી ગામે કિશોરને ઝેરી સાપે ડંખ માર્યો:ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો

    3 days ago

    પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રિંછવાણી ગામે એક 14 વર્ષીય કિશોરને ઝેરી સાપે ડંખ માર્યો હતો. કિશોરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રાજુ જવરસિંગ બારિયા નામનો આ કિશોર પોતાના ઘરની ઓસરીમાં પાણી પીવા જઈ રહ્યો હતો. તે સમયે ઓસરીમાં છુપાયેલા એક ઝેરી સાપે તેના પગના ભાગે ડંખ માર્યો હતો. કિશોરની બૂમો સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. 108ની ટીમે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી રાજુ બારિયાને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ ગોધરા સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા કિશોરની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. ચોમાસાની શરૂઆત સાથે ગ્રામ્ય વિસ્તારોમાં આવા ઝેરી જીવજંતુઓ અને સાપ નીકળવાના બનાવો વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બાળમજૂરી નાબૂદી માટે 6 રાજ્યોનું મહામંથન:ગાંધીનગરમાં 'વિશ્વ બાળમજૂરી વિરોધ દિન' નિમિત્તે હાઈલેવલ બેઠક; ટાસ્ક ફોર્સ વધુ મજબૂત કરાશે
    Next Article
    જગદીશ ત્રિવેદીએ અમેરિકા-કેનેડા પ્રવાસમાં 10 કરોડ એકત્ર કર્યા:ગુજરાતની સેવાભાવી સંસ્થાઓ માટે 18 કાર્યક્રમો દ્વારા દાન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment