Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 વર્ષની પૌત્રી સાથે દુષ્કર્મ કરનાર દાદાને આજીવન કેદ:વડોદરાની યુવતીને મુંબઈમાં ગોંધી રાખી ડ્રગ્સ-દારૂ પીવડાવી ગેંગરેપ, સગર્ભા મહિલા પર બળાત્કારની કલમો ઉમેરાઈ

    8 hours ago

    સુરતના કાપોદ્રા વિસ્તારમાં 6 વર્ષની પૌત્રી પર દુષ્કર્મ આચરનાર નરાધમ દાદાને કોર્ટે આજીવન કેદની કડક સજા ફટકારી છે. જ્યારે બીજી ઘટનામાં સુરતના 5 નબીરાઓએ વડોદરાની 20 વર્ષીય યુવતીને મુંબઈની હોટલમાં 2 દિવસ ગોંધી રાખી દારૂ અને એમડી ડ્રગ્સ આપીને બર્બરતા આચરી હોવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં બેની ઘરપકડ કરાઈ છે જ્યારે 3 ફરાર છે. આજે આરોપીઓ સામે સગર્ભા મહિલા પર બળાત્કારની કલમો ઉમેરાઈ છે. આ બંને ચકચારી કિસ્સાઓમાં પોલીસ અને ન્યાયતંત્રએ કાયદાકીય સકંજો વધુ મજબૂત કર્યો છે. માસૂમ પૌત્રી પર કુકર્મ આચરનાર દાદાને આજીવન કેદની સજા સુરતના કાપોદ્રા વિસ્તારમાં 6 વર્ષની પૌત્રી પર દુષ્કર્મ ગુજારનાર 64 વર્ષીય સગા દાદા સામેનો કેસ પોક્સો સ્પેશિયલ કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટે આ નરાધમને આજીવન કેદની સજા અને રૂ. 40,000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત પીડિતાને ન્યાય આપતા કોર્ટે તેને રૂ. 6 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. પીડિતાની ઓળખ સુરક્ષિત રાખવા માટે આરોપીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ ચુકાદાથી સમાજમાં કડક દાખલો બેસાડવામાં આવ્યો છે. ઈ-સાક્ષી એપના ડિજિટલ પુરાવાથી કેસ બન્યો મજબૂત પૌત્રી પર દુષ્કર્મ કેસમાં માસૂમ બાળકીની કોર્ટમાં આપેલી સ્પષ્ટ જુબાની અને તબીબી પુરાવા નિર્ણાયક સાબિત થયા હતા. નવા કાયદા હેઠળ પોલીસે 'ઈ-સાક્ષી' (e-Sakshya) એપ મારફતે ઘટનાસ્થળની વીડિયોગ્રાફી કરી હતી. સિનિયર એડવોકેટ કિરીટ પાનવાલાના જણાવ્યા મુજબ, ઈ-સાક્ષી એપથી ઘટનાસ્થળનું લાઈવ લોકેશન અને વીડિયો સીધા સર્વર પર સેવ થઈ જાય છે, જેથી પુરાવા સાથે ચેડાં શક્ય નથી રહેતા. આ ડિજિટલ પુરાવાઓને લીધે કેસ મજબૂત બન્યો અને પીડિતાને ઝડપી ન્યાય મળ્યો. વડોદરાની યુવતીને મુંબઈમાં ગોંધી રાખી એમડી ડ્રગ્સ અને દારૂ અપાયો બીજી ઘટનામાં, સુરતના 5 શખ્સો સામે વડોદરાની યુવતીને મુંબઈ લઈ જઈ અત્યાચાર ગુજારવાની ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયા પર સંપર્ક થયા બાદ આરોપી સફાને યુવતીને મુંબઈ બોલાવી હતી. પીડિતાની ફરિયાદ મુજબ, તેને 2 દિવસ સુધી હોટલમાં ગોંધી રખાઈ હતી અને જમવાનું આપ્યા વિના માત્ર એમડી ડ્રગ્સ અને દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ કારમાં સુરત લાવતી વખતે યુવતીની તબિયત લથડતાં વાપીની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અહીં તબીબે પોલીસને જાણ કરતા સફાન ઝફર શેખ અને ફરીદ વાહીદ પોઠીયાવાલાની ધરપકડ કરવામાં આવી હતી. સગર્ભા પર બળાત્કારની કલમો ઉમેરાઈ, 2ની ધરપકડ, 3 આરોપીઓ ફરાર પોલીસ તપાસમાં બળાત્કારના ગંભીર ખુલાસાઓ થતાં વાપીના ડુંગરા પોલીસે FIRમાં નવી કલમોનો ઉમેરો કર્યો છે. બીએનએસ (BNS) અંતર્ગત સગર્ભા (પ્રેગ્નેન્ટ) મહિલા પર બળાત્કાર (કલમ 64(2)(h)), ગંભીર પ્રકારના બળાત્કાર (64(2)(k) અને (l)) તેમજ ઝેરી પદાર્થ આપી ઈજા પહોંચાડવાની કલમો ઉમેરાઈ છે. હાલમાં 2 આરોપીઓ રિમાન્ડ પર છે, જ્યારે અન્ય 3 આરોપીઓ ફૈઝાન મુલતાની, સલમાન અને કાર ડ્રાઈવર વસીમ ફરાર છે. પોલીસ આ વોન્ટેડ આરોપીઓને પકડવા કવાયત કરી રહી છે, જેમાં 1 વિદેશ ભાગી ગયો હોવાની પણ ચર્ચા છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં બાઈકની ટક્કરે 65 વર્ષીય મહિલાનું મોત:રિલાયન્સ પેટ્રોલ પંપ સામે અકસ્માત, દેવીબેન સરસિયાનું સારવાર દરમિયાન નિધન
    Next Article
    ભુજ RTOએ HSRP નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ નિયમભંગ ઝડપ્યો:સઘન ચેકિંગમાં 86 વાહનચાલકો સામે કાર્યવાહી, માર્ગ સલામતી અંગે માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment