Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં જલારામ ટ્રસ્ટ માટે 10 લાખની સહાય:18 હજારથી વધુ અસરગ્રસ્તોને ભોજન પૂરું પડાયું

    3 days ago

    બીલીમોરા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે 'જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ' દ્વારા અવિરતપણે માનવ સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. આ સેવાકાર્યને ઉપસ્થિત અગ્રણીઓ અને નાગરિકો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે ટ્રસ્ટને રૂપિયા 10 લાખની નાણાકીય સહાય જાહેર કરી છે. તાજેતરમાં અતિભારે વરસાદને કારણે ટ્રસ્ટ સંચાલિત રસોઈઘરની ભઠ્ઠી તૂટી ગઈ હતી, તેમ છતાં સેવાકાર્ય અટક્યા વગર સતત ચાલુ રહ્યું હતું. આ આપત્તિના સમયે મંત્રી નરેશભાઈ પટેલે પોતાના બજેટમાંથી આ સહાય પૂરી પાડવાની જાહેરાત કરી હતી, જે ટ્રસ્ટના કાર્યને બળ પૂરું પાડશે. ટ્રસ્ટના પ્રમુખ મગનભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ પણ ભારે વરસાદ વખતે અસરગ્રસ્તો માટે ખીચડી-કઢીની વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્તમાન ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારના લોકો માટે ગત રાત્રિથી જ ટ્રસ્ટના હોલ ખાતે ૧૦,૦૦૦ લોકો માટે પૂરી-ભાજીની વ્યવસ્થા કરાઈ હતી. આજરોજ, વધુ ૮,૦૦૦ લોકો માટે ગરમાગરમ મસાલા ખીચડી બનાવીને વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, કુલ 18 હજારથી વધુ અસરગ્રસ્તોને ભોજન પૂરું પાડવામાં આવ્યું છે. આ મહા સેવાયજ્ઞમાં બીલીમોરાના કચ્છી પાટીદાર સમાજના આગેવાનો, મહિલા શક્તિ તેમજ અનેક સમાજસેવકો જોડાયા હતા. આ પ્રસંગે બીલીમોરા શહેર ભાજપ પ્રમુખ નિરવભાઈ ટેલર, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલ, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ, મહિલા મોરચાના સુમિત્રાબેન પટેલ અને ઉર્વશીબેન પાટીલ, નગરપાલિકા ઉપ પ્રમુખ તેજલબેન જોશી સહિત સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ મગનભાઈ પટેલ ઉપરાંત દિપેશભાઇ પટેલ, દિપકભાઈ ગાંધી અને કનૈયાલાલ વર્મા ખાસ હાજર રહી સેવાકાર્યમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સેવક ભરતી મુદ્દે અરવલ્લી DEOને રજૂઆત:સાત દિવસમાં નિર્ણય નહીં તો ધરણાંની ચીમકી
    Next Article
    "It Is A Concern": Major Warning Issued Over India's Batting Unit Ahead Of Test Series vs Sri Lanka

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment