Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવક ભરતી મુદ્દે અરવલ્લી DEOને રજૂઆત:સાત દિવસમાં નિર્ણય નહીં તો ધરણાંની ચીમકી

    3 days ago

    જિલ્લા સંકલન સમિતિ અને વહીવટી કર્મચારી સંગઠનો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ને સેવક આઉટસોર્સિંગ ભરતી પ્રક્રિયા મુદ્દે લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે સીઓએસ કચેરી દ્વારા જિલ્લાના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચના અપાઈ હતી. આ રજૂઆત જિલ્લા સંકલન સમિતિના પ્રમુખ પંકજભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની અને સંચાલક મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે કરી હતી. તેમણે DEO કચેરીના શિક્ષણ નિરીક્ષક જયેશભાઈ પટેલ અને દશરથભાઈ નીનમાને આવેદનપત્ર પાઠવી ભરતી પ્રક્રિયા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે, જો આગામી સાત દિવસમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ મુદ્દે કોઈ હકારાત્મક પગલાં લેવામાં નહીં આવે, તો ગાંધી ચીંધ્યા માર્ગે DEO કચેરી સામે ધરણાં-પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ આંદોલનને સફળ બનાવવા માટે જિલ્લાના તમામ કર્મચારી સંગઠનો અને વિવિધ સંવર્ગોના હોદ્દેદારોને સાથે રાખીને આયોજન કરવામાં આવશે. અંદાજે 100થી વધુ હોદ્દેદારો અને કર્મચારીઓ આ ધરણાં-પ્રદર્શનમાં જોડાશે તેવી તૈયારીઓ ચાલી રહી છે. સંગઠનના હોદ્દેદારોએ સ્પષ્ટ કર્યું હતું કે, કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને આ લડત સંપૂર્ણપણે લોકશાહી અને શાંતિપૂર્ણ રીતે લડવામાં આવશે. જો સાત દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો ધરણાં કાર્યક્રમની તારીખ અને સમયની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઉપરવાસમાં ભારે વરસાદથી તાપીમાં પાણીની આવક વધી:મહારાષ્ટ્રના હથનૂર અને પ્રકાશા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું, ઉકાઈ અને તાપી તંત્ર એલર્ટ મોડમાં
    Next Article
    બીલીમોરામાં જલારામ ટ્રસ્ટ માટે 10 લાખની સહાય:18 હજારથી વધુ અસરગ્રસ્તોને ભોજન પૂરું પડાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment