Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉપરવાસમાં ભારે વરસાદથી તાપીમાં પાણીની આવક વધી:મહારાષ્ટ્રના હથનૂર અને પ્રકાશા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું, ઉકાઈ અને તાપી તંત્ર એલર્ટ મોડમાં

    3 days ago

    ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે તાપી નદીના ઉપરવાસમાં આવેલા જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેચમેન્ટ વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને પગલે મહારાષ્ટ્રના ડેમોમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તેની સીધી અસર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ પર જોવા મળી રહી છે, જ્યાં પાણીની આવક ઝડપથી વધી રહી છે અને જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હથનૂર અને પ્રકાશા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું મહારાષ્ટ્રના હથનૂર ડેમના કુલ 41 દરવાજા ખોલીને અંદાજે 3 લાખ ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પ્રકાશા ડેમના 4 દરવાજા સંપૂર્ણપણે અને 19 દરવાજા અડધા ખોલીને પણ સતત પાણી છોડવાની કામગીરી ચાલી રહી છે. ઉપરવાસમાંથી છોડાયેલું આ પાણી તાપી નદી મારફતે સીધું ઉકાઈ ડેમમાં પહોંચતું હોવાથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. તાપી અને સુરતનું વહીવટી તંત્ર એલર્ટ પર ઉપરવાસમાંથી વધી રહેલી પાણીની આવકને ધ્યાનમાં રાખીને ઉકાઈ ડેમ તંત્ર તેમજ તાપી અને સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ડેમની જળસપાટી અને પાણીની આવક પર ચોવીસે કલાક નજર રાખવામાં આવી રહી છે, જેથી પરિસ્થિતિ મુજબ સમયસર જરૂરી નિર્ણય લઈ શકાય. નદીકાંઠાના વિસ્તારોને સાવચેત રહેવા અપીલ તંત્ર દ્વારા તાપી નદીના કિનારે આવેલા નીચાણવાળા ગામો અને વિસ્તારોના લોકોને વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. નદીકિનારે અવરજવર ટાળવા, અનાવશ્યક રીતે નદીમાં કે નદીના પટમાં ન જવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સાડા ત્રણ ઈંચ વરસાદમાં પોપટપરા નાળું બંધ:શહેરમાં સિઝનનો 14 ઇંચ વરસાદ, લાલપરી ડેમ 90% ભરાયો; આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
    Next Article
    સેવક ભરતી મુદ્દે અરવલ્લી DEOને રજૂઆત:સાત દિવસમાં નિર્ણય નહીં તો ધરણાંની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment