Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પટણી દેવીપૂજક સમાજના નવા બંધારણનું લોકાર્પણ:શિક્ષણ, સંગઠન અને જાગૃતિનો વ્યાપ વધારવાનો ઉદેશ્ય; કુરિવાજો નાબૂદ કરવા અમલમાં મુકાયું

    12 hours ago

    પટણી દેવીપૂજક સમાજના સામાજિક સુધારણા અને વિકાસ માટેના નિયમોના બંધારણનું લોકાર્પણ પાટણના દેવકાહાર ધામ ખાતે કરવામાં આવ્યું છે. આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવો, સંગઠનને મજબૂત બનાવવું અને કુરિવાજો તેમજ અંધશ્રદ્ધા જેવા દૂષણોને દૂર કરવાનો છે. દરેક સમાજમાં પોતાની સામાજિક વ્યવસ્થાના નિયમો હોય છે. જે સમાજોએ શરૂઆતથી જ ઉત્તમ નિયમોનું પાલન કર્યું છે, તેઓ વિકસિત બન્યા છે. જોકે, ઓછું શિક્ષણ અને સંગઠનના અભાવ જેવા કારણોસર પટણી દેવીપૂજક સમાજ વિકાસની દોડમાં પાછળ રહ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આધુનિક યુગને અનુરૂપ સામાજિક નિયમો ઘડવાની કામગીરી હાથ ધરવામાં આવી. અગાઉ, સમાજ સુધારણા માટે વર્ષ 1965, 1998 અને 2010માં પણ નિયમો ઘડવાનો પ્રયાસ થયો હતો. વર્તમાન સમયમાં દેશ અને રાજ્યમાં પ્રગતિની ગતિ વધવા સાથે પટણી દેવીપૂજક સમાજમાં પણ શિક્ષણ અને સામાજિક જાગૃતિનો વ્યાપ વધ્યો છે. સમાજના વડીલો, યુવા વર્ગ અને મહિલા વર્ગમાં અન્ય પ્રગતિશીલ સમાજોની જેમ સામાજિક સુધારણા અને વિકાસ માટે એક યોગ્ય રોડમેપ તૈયાર થાય તે હેતુથી આ પ્રક્રિયા શરૂ કરાઈ. વિકસિત ભારત સાથે તાલમેલ મિલાવવાના ઉદ્દેશ્યથી 10 નવેમ્બર, 2024ના રોજ સમગ્ર રાજ્યના પટણી દેવીપૂજક સમાજના તમામ વર્ગોનું એક સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં સામાજિક સુધારણા અને વિકાસના નિયમોનું બંધારણ રચવાનો સંકલ્પ લેવાયો. આ સંકલ્પને સાકાર કરવા માટે રાજ્યના તમામ જિલ્લાઓ, શહેરો, નગરો અને ગામોના પ્રતિનિધિઓને સાથે રાખીને વિસ્તૃત પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જેમાં દરેક શહેર અને તાલુકા કક્ષાએ બેઠકો યોજવામાં આવી હતી અને ગામ તેમજ મહોલ્લા સ્તર સુધી લોકોના અભિપ્રાયો લેવાયા હતા. આ પ્રક્રિયા દરમિયાન સંગઠન માળખું તૈયાર કરવાની કામગીરી પણ હાથ ધરાઈ. ત્યારબાદ, 21 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી કાર્ય શિબિરમાં સમાજના નિયમોનું આખરી ઘડતર કરવામાં આવ્યું. આ નિયમોના બંધારણનું વિધિવત લોકાર્પણ સમાજના મૂળ વતન અને આસ્થાના કેન્દ્ર એવા પાટણ સ્થિત દેવકાહાર ધામ ખાતે આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું. આ નવા સામાજિક બંધારણના અમલીકરણથી સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને અંધશ્રદ્ધા જેવા દૂષણો દૂર થશે, જેનાથી ખોટા ખર્ચાઓમાં ઘટાડો આવશે. આ ઉપરાંત, શિક્ષણ, રમત-ગમત, આરોગ્ય અને સ્ત્રી સશક્તિકરણ જેવા મહત્વના વિષયોમાં આયોજનબદ્ધ કાર્યક્રમોના માધ્યમથી પટણી દેવીપૂજક સમાજનો ઝડપી વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પૂરઝડપે દોડતી લકઝરી કાર BRTS ટ્રેકમાં ઘૂસી ગઈ:રબારી કોલોની પાસે રાત્રિના સમયે અકસ્માત સર્જાયો, જોરદાર અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા
    Next Article
    સિધ્ધપુર SBI બેન્કે 'માય બ્રાન્ચ માય એમ્બેસેડર' કાર્યક્રમ યોજ્યો:ઉદ્યોગપતિ અને કોર્પોરેટર આમીરખાન પઠાણ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment