Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકા ગોમતી ઘાટ પર વૃદ્ધ ડૂબ્યા, વીડિયો વાઈરલ:સ્થાનિકોએ માંડ-માંડ બચાવ્યા, દરિયામાં કરંટ વધતા તંત્ર એલર્ટ, નાહવા પર પ્રતિબંધ

    2 days ago

    પવિત્ર યાત્રાધામ દ્વારકામાંથી એક ચિંતાજનક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. ગોમતી ઘાટના સંગમ સ્થળ પર એક વૃદ્ધ દરિયાના તીવ્ર પ્રવાહમાં ડૂબતા હોવાનો અને અન્ય એક બહાદુર નાગરિક દ્વારા તેમનો આબાદ બચાવ કરાતો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને યાત્રિકોની સુરક્ષાને લઈને કડક પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. વૃદ્ધે સંતુલન ગુમાવતાં ડૂબવા લાગ્યા હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. Kaushikodich8855 નામના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પરથી ગઈકાલે પોસ્ટ થયેલા વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગોમતી સંગમ ઘાટ પાસે પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે, એક વૃદ્ધ પોતાનું સંતુલન ગુમાવી બેઠા હતા અને ડૂબવા લાગ્યા હતા. ભારે જહેમત બાદ ખેંચીને બહાર કાઢ્યા સદનસીબે, ત્યાં હાજર અન્ય એક વ્યક્તિએ સમયસૂચકતા વાપરીને ભારે જહેમત બાદ વૃદ્ધને દરિયાના મોજામાંથી બહાર ખેંચી લીધા હતા અને તેમનો જીવ બચાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. ભરતી સમયે નાહવા પર પ્રતિબંધ વીડિયો વાઈરલ થતાં જ દેવભૂમિ દ્વારકાનું સ્થાનિક તંત્ર એલર્ટ થઈ ગયું છે. યાત્રિકોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપતાં વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, સમુદ્રમાં જ્યારે પણ ભરતીની સ્થિતિ હશે, ત્યારે ગોમતી ઘાટ વિસ્તારમાં યાત્રિકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત ભરતી દરમિયાન સંગમ ઘાટ પર કોઈને પણ નાહવા માટે દરિયામાં ઉતરવા દેવામાં આવશે નહીં. ઘાટ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને પ્રવાસીઓ નિયમોનું પાલન કરે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે. તંત્રની અપીલ દ્વારકા ખાતે મોટી સંખ્યામાં કૃષ્ણભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. ભક્તોની સુરક્ષા માટે તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. તમામ યાત્રિકોને નમ્ર અપીલ છે કે, દરિયામાં ઉતરતા પહેલાં સાવચેતી રાખે અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે. હાલમાં તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી આગામી સમયમાં આવી કોઈ જોખમી ઘટના પુનરાવર્તિત ન થાય.
    Click here to Read More
    Previous Article
    જન્મ-મરણ દાખલા માટે જનતા પર બેવડો બોજ:મનપામાં CRS સુવિધાના અભાવે નાગરિકોને સાયબર કાફેમાં લૂંટાવું પડે છે
    Next Article
    સેફ્ટી વગર કામ કરતા શખસને હાઈવોલ્ટેજ કરંટ લાગ્યો:ગંભીર હાલતમાં સિવિલ ખસેડાયો, સુરતના ઉધના રેલ્વે સ્ટેશના પ્લેટફોર્મ નં.-6 પર કામ ચાલતું હતું ત્યારે અચાનક કરંટ પાસ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment