Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CRS પોર્ટલ પરથી વેરિફિકેશન વિકલ્પ હટાવ્યો:જન્મ-મરણના દાખલા અટકતાં અરજદારો મુશ્કેલીમાં, પાલિકાની રજૂઆત

    2 days ago

    રાજ્યભરમાં જન્મ અને મરણના દાખલા મેળવવામાં અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. સી.આર.એસ. (CRS) પોર્ટલ પરથી ઈ-ઓળખનો ડેટા વેરિફાય કરવાનો વિકલ્પ અચાનક બંધ થતાં નગરપાલિકા સ્તરે પ્રમાણપત્ર આપવાની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. સરકાર દ્વારા 1 જાન્યુઆરી, 2015થી 31 ડિસેમ્બર, 2025 સુધીના બારકોડ ધરાવતા જન્મ અને મરણના પ્રમાણપત્રોનો ડેટા સી.આર.એસ. પોર્ટલ પર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સ્થાનિક પાલિકા તંત્ર આ ડેટામાંથી વેરિફિકેશન કરીને અરજદારોને પ્રમાણપત્રો આપતું હતું. તાજેતરમાં, સી.આર.એસ. પોર્ટલ પરથી "બર્થ વેરિફિકેશન " અને “ડેથ વેરિફિકેશન”ના વિકલ્પો દૂર કરી દેવામાં આવ્યા છે. આ વિકલ્પો હટી જતાં પાલિકાની જન્મ-મરણ શાખા દ્વારા અરજદારોને પ્રમાણપત્રો આપી શકાતા નથી. રોજિંદા ધોરણે દાખલા લેવા આવતા અરજદારોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. સરકારી યોજનાઓ, શાળા-કોલેજમાં પ્રવેશ, પાસપોર્ટ અને અન્ય કાનૂની કામગીરી માટે આ દાખલા અત્યંત જરૂરી હોવાથી લોકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. ઓફિસ ખાતે અરજદારો અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના બનાવો પણ વધી રહ્યા છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને પાલિકા તંત્ર દ્વારા સંબંધિત સરકારી વિભાગને પત્ર લખીને સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. પાલિકાએ સી.આર.એસ. પોર્ટલ પર વેરિફિકેશનનો વિકલ્પ તાત્કાલિક ધોરણે પુનઃ શરૂ કરવા વિનંતી કરી છે, જેથી અરજદારોની મુશ્કેલીઓનો અંત આવે અને કામગીરી પૂર્વવત થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણ માસમાં વડોદરા શિવમય બનશે:કરનાળીના કુબેર ભંડારી સહિતના મંદિરે ધાર્મિક ઉત્સવો, કાશી વિશ્વનાથના બ્રાહ્મણો કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે યજ્ઞ કરશે
    Next Article
    From Vodafone Idea, Bosch To MRF: Check Motilal Oswal's Ratings, Target Prices On 7 Stocks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment