Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણ માસમાં વડોદરા શિવમય બનશે:કરનાળીના કુબેર ભંડારી સહિતના મંદિરે ધાર્મિક ઉત્સવો, કાશી વિશ્વનાથના બ્રાહ્મણો કંબોઈના સ્તંભેશ્વર મહાદેવ મંદિરે યજ્ઞ કરશે

    2 days ago

    પવિત્ર શ્રાવણ મહિનાનો આરંભ થઇ રહ્યો છે, ત્યારે એક મહિના સુધી લોકો ભગવાન શિવની આરાધનામાં લિન બની જશે. પવિત્ર શ્રાવણ માસમાં વડોદરાની આસપાસ સુપ્રસિદ્ધ શિવ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કંબોઇ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવ તીર્થ તેમજ કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી તીર્થ ખાતે શ્રાવણ મહિનાની તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. કુબેર ભંડારી ખાતે રોજ સવા લાખ બીલી ચઢાવાશે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશ સહિત રાજ્યભરના શિવમંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. આ પવિત્ર અવસર પર વડોદરાના કરનાળી ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી ખાતે શ્રદ્ધાળુઓ માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રાવણ માસ દરમિયાન કુબેર ભંડારી ધામ ખાતે અનેક વિશેષ ધાર્મિક વિધિઓ યોજાનાર છે. જેમાં મુખ્યત્વે શિવલિંગ ઉપર રોજેરોજ સવા લાખ બીલીપત્ર અર્પણ કરવાનો મનોરથ હાથ ધરવામાં આવશે. આ સાથે જ દરરોજ શ્રદ્ધાળુઓ દ્વારા પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરવામાં આવશે અને શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ દરરોજ સાંજે વાજતે-ગાજતે તથા ઢોલ-નગારાના તાલે પવિત્ર નર્મદા નદીમાં તેનું વિસર્જન કરવામાં આવશે. આ ઉપરાંત, આ પવિત્ર માસ દરમિયાન બે વખત લઘુરુદ્ર યજ્ઞનું પણ વિશેષ આયોજન કરાયું છે, જેમાં વિપ્રવંદો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપવામાં આવશે. આ સમગ્ર ધાર્મિક આયોજનથી કુંભેશ્વર અને કુબેર ભંડારી પરિસરમાં અદભુત આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થશે. જે ભક્તો અહીં યજ્ઞ કે અન્ય ધાર્મિક કાર્યક્રમો કરવા ઇચ્છતા હોય તેઓને પણ અહીં વ્યવસ્થા પુરી પાડવામાં આવશે. મહાદેવ કુબેરેશ્વરત સ્વરૂપે બિરાજમાન કુબેર ભંડારીના દિનેશગીરી મહારાજે જણાવ્યું હતું કે, પાવન સલિલા માં નર્મદાના કિનારે આવેલું આ મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે. આ મંદિર ખાતે ભગવાન શિવજી કુબેરેશ્વર મહાદેવના નામે બિરાજમાન છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુ ભંડારીના નામે બિરાજમાન થયા છે. માતા લક્ષ્મી જગદંબા સ્વરૂપે અને મહાકાળી માતા અહીં બિરાજમાન છે. પાવન સલિલા માં નર્મદાના કિનારે વસેલા આ ધામ પ્રત્યે ભક્તોને અનેરી આસ્થા છે. આ તીર્થ સાથે સંકળાયેલી માન્યતા મુજબ અહીં જે કુબેરેશ્વર મહાદેવના દર્શન કરે છે તેના ઉપર ધનના દેવતા કુબેરની કૃપા હંમેશા વરસતી રહે છે. અને તેને ક્યારેય ધનની કમી રહેતી નથી. નર્મદા નદીના કિનારે મંદિર આવેલું હોવાથી તેનું ધાર્મિક માહાત્મ્ય આપોઆપ બેવડાઈ ગયું છે. એક શિવલિંગ જ્યાં રોજ 6 વાર સમૃદ્ર અભિષેક કરે છે ભરૂચ જિલ્લાના જંબુસરના કંબોઇ ખાતે આવેલું સ્તંભેશ્વર મહાદેવનું મંદિર ભક્તોમાં અનેરી આસ્થા ધરાવે છે. સ્કંદ પુરાણમાં આ તીર્થનું અનેરું મહત્વ આલેખાયું છે. પૌરાણિક કથા મુજબ અહીં ભગવાન કાર્તિકેયે ભગવાન શિવની સ્થાપના કરી હતી. કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો હતો. અને તાડકાસુર ભગવાન શિવનો મોટો ભક્ત હતો જેથી તેના વાઢના પ્રાયશ્ચિત માટે કાર્તિકેયે અહીં ભગવાન શિવની સ્થાપના કરી હતી. આ શિવલિંગનું માહત્મ્ય એ છે કે અહીં ખુદ સમુદ્ર દેવતા ભગવાન શિવનો અભિષેક કરવા આવે છે. દિવસમાં 6 વખત સમુદ્ર દેવ અભિષેક કરે છે. જયારે દરિયામાં ભરતી આવે છે ત્યારે શિવલિંગ આખું દરિયામાં સમાઈ જાય છે અને જયારે પાણી ઉતરે ત્યારે ભગવાનના દર્શન થઇ શકે છે. શ્રાવણ મહિના દરમિયાન કાશીના બ્રાહ્મણો દ્વારા રોજ યજ્ઞ સ્તંભેશ્વર મહાદેવ તીર્થ સ્થાનના મહંત વિદ્યાનંદ સાગરજી મહારાજે જણાવ્યું હતું કે, શ્રાવણ મહિના દરમિયાન અહીં અતિમહારૃદ્ર યજ્ઞ યોજવામાં આવે છે. કાશી વિશ્વનાથના બ્રાહ્મણો દ્વારા અહીં રોજેરોજ અતિ મહારુદ્ર યજ્ઞ કરવામાં આવે છે સતત એક મહિના સુધી આ યજ્ઞ ચાલે છે અને ભગવાન શિવને આહુતિ આપવામાં આવે છે. હાલમાં શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડને ધ્યાને લઈને તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી દીધો છે. શ્રાવણમાં આ ભવ્ય તીર્થના દર્શન કરવા દર્શનાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય વિભાગની ચાંદીપુરા વાઇરસ અટકાવવા કામગીરી:હરિપર PHC હેઠળના ગામોમાં સઘન ડસ્ટિંગ-સર્વેલન્સ હાથ ધરાયું
    Next Article
    CRS પોર્ટલ પરથી વેરિફિકેશન વિકલ્પ હટાવ્યો:જન્મ-મરણના દાખલા અટકતાં અરજદારો મુશ્કેલીમાં, પાલિકાની રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment