Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પૂર-ડૂબવાની ઘટનાઓ માટે મોકડ્રિલ યોજાઈ:પોલીસ અને ફાયર વિભાગે માન નદીમાં બચાવ કામગીરીનું પ્રદર્શન કર્યું

    3 दिन पहले

    ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે પૂર અને ડૂબી જવાની દુર્ઘટનાઓ સામે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત રીતે આપત્તિ વ્યવસ્થાપનની એક વિશેષ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. કરંજવેરી ગામ પાસેથી પસાર થતી માન નદીના પટમાં યોજાયેલી આ મોકડ્રિલ અંગે એએસપી (ASP) ડો. ટી. સંદીપે વિગતો આપી હતી. ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાતી હોય છે અને નદી-નાળામાં ડૂબી જવાને કારણે અનેક લોકો જીવ ગુમાવતા હોય છે. આવી કટોકટીની સ્થિતિમાં લોકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તે માટે ધરમપુર ડિવિઝન પોલીસ અને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટે તૈયારીઓ હાથ ધરી છે. ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે માન નદીના કિનારે યોજાયેલી આ મોકડ્રિલમાં પૂરની પરિસ્થિતિમાં બચાવ કામગીરીનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ લોકોને આવી પરિસ્થિતિમાં કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે જાગૃત કરવાનો હતો. મીડિયા સાથેની વાતચીતમાં એએસપી ડો. ટી. સંદીપે જણાવ્યું હતું કે, ચોમાસામાં પૂર અને ડૂબી જવાની ઘટનાઓ અટકાવવા માટે આ જાગૃતિ અભિયાન અને મોકડ્રિલનું આયોજન કરાયું છે. ફાયર અને પોલીસ વિભાગ પાસે લાઈફ જેકેટ અને રાફ્ટ (બોટ) જેવા આધુનિક સાધનો ઉપલબ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સામાન્ય નાગરિકો આધુનિક સાધનો વિના પણ પોતાના ઘરે ઉપલબ્ધ વસ્તુઓથી જીવ બચાવી શકે છે. પ્લાસ્ટિકની ખાલી બોટલો અથવા કેન કે જેમાં હવા ભરીને તેનું ઢાંકણું બંધ કરી દેવામાં આવે, તો તે એક ઉત્તમ ફ્લોટેશન ડિવાઇસ (તરાપો) તરીકે કામ કરી શકે છે. આવી 'DIY' (ડુ ઈટ યોરસેલ્ફ) ટેકનિકનો ઉપયોગ કરીને લોકો મુશ્કેલીના સમયે પોતાનો કે અન્યોનો જીવ બચાવી શકે છે. ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને ફાયર વિભાગના સંકલન સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની પેટ્રોલિંગ ટીમો સતત કાર્યરત રહેશે. આ ઉપરાંત, કટોકટીની સ્થિતિમાં ત્વરિત મદદ મળી રહે તે માટે 'આપદા મિત્ર' કમ્યુનિટી વોલન્ટિયર્સ ચોવીસેય કલાક (24x7) સેવામાં હાજર રહેશે. બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે સ્થાનિક ગ્રામજનો અને સમુદાયના અગ્રણીઓને પણ સાથે જોડવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આજવા સરોવર ખાતે પ્રતિવર્ષ પરંપરા મુજબ સત્યનારાયણની કથા:મેયરે સરોવરના નીરનું પૂજન કર્યુ, સારો વરસાદ થાય તેવી પ્રાર્થના પ્રાર્થના કરી
    Next Article
    નવસારીના વિરાવળમાં મહિલાઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર:1200 કરોડના બજેટ છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ; મેયર રૂબરૂ મુલાકાત લે તેવી લોક માગ ઉઠી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment