Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજવા સરોવર ખાતે પ્રતિવર્ષ પરંપરા મુજબ સત્યનારાયણની કથા:મેયરે સરોવરના નીરનું પૂજન કર્યુ, સારો વરસાદ થાય તેવી પ્રાર્થના પ્રાર્થના કરી

    3 days ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે ઐતિહાસિક સયાજી સરોવર આજવા ખાતે પરંપરાગત રીતે ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને વિશેષ પૂજા અર્ચનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા સંસ્કારી નગરીની વર્ષો જૂની પરંપરા અનુસાર, દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં આજવા સરોવરના કિનારે આ ધાર્મિક ઉત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે પણ પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ભગવાન સત્યનારાયણની આરાધના કરવામાં આવી હતી. મેયર ગીતા મકવાણા દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. અને આજવાના નીરનું પૂજન કરાયું હતું. વડોદરા શહેરની જળ સમૃધ્ધિ માટે પ્રાર્થના આ ધાર્મિક આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરા શહેરની સુખાકારી અને જળ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવાનો છે. પૂજા દરમિયાન ભગવાન સમક્ષ એવી આજીજી કરવામાં આવી હતી કે, ચાલુ વર્ષે વડોદરા શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસે, વરસાદ ખૂબ જ સારો રહે અને પૂરતી માત્રામાં પાણીની આવક થાય. આજવા સરોવર પોતાની પૂર્ણ સપાટીએ છલોછલ ભરાઈ જાય જેથી આગામી સમયમાં વડોદરાના નાગરિકોને પીવાના પાણીની કોઈપણ પ્રકારની તંગી કે સમસ્યાનો સામનો કરવો ન પડે. હાલમાં આજવા સરોવરની સપાટી 206 ફૂટથી નીચે હાલમાં આજવા સરોવરની સપાટી ઓછી છે. સપાટી 206 ફૂટથી પણ નીચે પહોંચ્યું છે. જેના કારણે શહેરના કેટલાક વિસ્તારમાં પાણીની બૂમો ઉઠી છે. ત્યારે ઈશ્વર સમક્ષ વહેલો વરસાદ આવે અને સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ સાથે જ સમગ્ર વડોદરા જિલ્લામાં ખેડૂતો માટે પણ ચોમાસું લાભદાયી નીવડે તેવી મનોકામના વ્યક્ત કરાઈ હતી. આજવાનું પવિત્ર પાણી સહુનું પોષણ કરે તે માટે પૂજન બે વર્ષ અગાઉ વડોદરા શહેરે કુદરતી આપત્તિ સમાન વિનાશક પૂરનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે નાગરિકોને ભારે આર્થિક અને માનસિક નુકસાન વેઠવું પડ્યું હતું. આ કડવા અનુભવને ધ્યાનમાં રાખીને, ચાલુ વર્ષે વડોદરા શહેરમાં કોઈ પણ પ્રકારનો વરસાદી કહેર ન વર્ષે, અતિવૃષ્ટિ કે પૂર જેવી હોનારત ન સર્જાય અને કુદરત કોપાયમાન ન થાય તેવી ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. આજવા સરોવર વડોદરાની જીવાદોરી સમાન છે, તેથી આ જળાશયના પવિત્ર પાણીથી વડોદરાના તમામ નાગરિકોનું સુખ-શાંતિ પૂર્વક પોષણ થાય અને શહેર સુરક્ષિત રહે તેવી મંગલ કામના સાથે આ ધાર્મિક ઉત્સવ સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર: પ્રથમ બ્લોક કામગીરી પૂર્ણ કરનારનું સન્માન:કલેક્ટર જી.એચ.સોલંકીએ વસ્તી ગણતરી-2027ના કાર્યને બિરદાવ્યું
    Next Article
    વલસાડમાં પૂર-ડૂબવાની ઘટનાઓ માટે મોકડ્રિલ યોજાઈ:પોલીસ અને ફાયર વિભાગે માન નદીમાં બચાવ કામગીરીનું પ્રદર્શન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment