Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના વિરાવળમાં મહિલાઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર:1200 કરોડના બજેટ છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ; મેયર રૂબરૂ મુલાકાત લે તેવી લોક માગ ઉઠી

    3 days ago

    નવસારી શહેરના વિરાવળ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4ના મોટા હળપતિ વાસમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. દેશમાં ડિજિટલ ઇન્ડિયા અને ઘરે-ઘરે શૌચાલયના દાવાઓ વચ્ચે, આ વિસ્તારમાં ગટર લાઇન જેવી મૂળભૂત સુવિધા નથી. આ વિસ્તારમાં આશરે 70 પરિવારોના 200થી વધુ શ્રમિક લોકો વસવાટ કરે છે. ગટરની સુવિધા ન હોવાને કારણે મહિલાઓને સૌથી વધુ હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિક મહિલાઓને વહેલી સવારે શૌચક્રિયા માટે જાહેરમાં ઝાડી-ઝાંખરાનો આશરો લેવો પડે છે, જે તેમની ગરિમા અને સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, નવસારી મહાનગરપાલિકાનું બજેટ 1200 કરોડથી વધુનું હોવા છતાં, વિરાવળના આ ગરીબ વિસ્તાર સુધી બજેટના રૂપિયા પહોંચતા નથી. આના કારણે વર્ષોથી આ વિસ્તાર પાયાની સુવિધાઓથી વંચિત રહ્યો છે. પીવાના પાણીની પણ અહીં વિકટ સમસ્યા છે. મોટાભાગનો શ્રમિક વર્ગ વહેલી સવારે રોજગારી માટે નીકળી જાય છે. ત્યાર બાદ નળ વાટે પાણી આવે છે, પરંતુ તેનો ફોર્સ એટલો ઓછો હોય છે કે પૂરતું પાણી મળી શકતું નથી. આમ, આ વિસ્તારના લોકો એકસાથે અનેક પાયાની જરૂરિયાતોથી વંચિત છે. આ ગંભીર જનસમસ્યાને લઈને ગઈકાલે સ્થાનિક નગરસેવક પ્રભાબેન વલસાડા અને પ્રકાશભાઈ હળપતિની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે નવસારી મહાનગરપાલિકા (NMC)ના કમિશનરને રૂબરૂ મળીને આવેદનપત્ર સોંપ્યું હતું. આવેદનપત્રમાં આ વિસ્તારની દુર્દશા અંગે વિગતવાર રજૂઆત કરી તાકીદે ગટર અને પાણીની સમસ્યા ઉકેલવા અપીલ કરવામાં આવી છે. મેયર રૂબરૂ મુલાકાત લે તેવી લોક માગ હાલમાં જ નવસારીના નવા મેયરે સત્તા સંભાળી છે. તેઓ વહેલી સવારે કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને વિકાસ કાર્યોનું ઓન-ધ-સ્પોટ નિરીક્ષણ કરી રહ્યા છે. ત્યારે વિરાવળના મોટા હળપતિ વાસના રહીશોની પણ માગ છે કે, મેયર આ શ્રમિક વિસ્તારની મુલાકાત લે અને સામાન્ય વર્ગની તકલીફોને રૂબરૂ જોઈ તેનું કાયમી નિવારણ લાવે. શું કહે છે તંત્ર NMC કમિશનર જયેશ ઉપાધ્યાય માહિતી આપતા જણાવે છે કે, વિરાવળ ગામના લોકો આવેદન પત્ર આપવા માટે આવેલા. મુખ્ય એમનો પ્રશ્ન હતો ડ્રેનેજનો હતો અને વૉટર સપ્લાયનો હતો. અત્યારે આપણે વિરાવળ માટે જી.યુ.ડી.સી અને જી.યુ.ડી.એમ દ્વારા કામગીરી ચાલી જ રહી છે. ડ્રેનેજનું જે છે, એ આપણે નવી લાઈન નાખી રહ્યા છીએ, એ જ રીતે વૉટર સપ્લાયની લાઈન પણ ચાલુ છે. પરંતુ અત્યારે ચોમાસુ આવી રહ્યું છે, એટલે અત્યારે થોડી ગતિ કામની ધીમી પડી ગઈ છે. પણ જેવું ચોમાસુ પૂરું થશે એટલે આપણે પૂરતું આયોજન કરી લીધું છે. ડ્રેનેજ સંબંધિત તમામ પ્રશ્નો જે છે, એ આપણા વિઝનમાં જ છે અને આપણે એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરીશું. સ્થાનિકો વર્ષોથી સમસ્યા હેઠળ જીવી રહ્યા છે સ્થાનિક મહિલા શીલાબેન.રાઠોડ જણાવે છે કે, અમારા વિસ્તારમાં પાણી અને ગટરની લાઇનની મુખ્ય સમસ્યા છે આવાસના પાછળના ભાગનું બધું પાણી અહીં જ આવે છે. ગટરનું પાણી અમારા ઘર પાસેથી પસાર થાય છે,તો એ લોકો કેવી રીતે જીવે? એ લોકોને બહુ તકલીફ છે બધી.અમારું પાણી અડધો-પોણો કલાક માટે આવે, પછી જતું રહે. ઘરે હાજર હોઈએ તો ભરી લઈએ, નહીં તો કંઈ નહીં. પાણી માટે બહુ તકલીફ છે. ચોમાસામાં તો બહુ તકલીફ પડે પાણીની. અમને મુખ્ય ગટર લાઇન અને શૌચ-બાથરૂમ કરી આપો બધાને.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં પૂર-ડૂબવાની ઘટનાઓ માટે મોકડ્રિલ યોજાઈ:પોલીસ અને ફાયર વિભાગે માન નદીમાં બચાવ કામગીરીનું પ્રદર્શન કર્યું
    Next Article
    સરકારી શાળાઓનું ટ્રાન્સપોર્ટેશન ઠપ્પ થતા વાલીઓ પરેશાન:નવા સત્રના 10 દિવસ બાદ પણ બસ સેવા બંધ, રોજગારી ગુમાવી બાળકોને લેવા-મૂકવા જવા વાલીઓ મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment