Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિરપ દવા પર હવે સરકારની કડક નજર:દરેક સિરપ માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી; ગુણવત્તા સુધારવા કેન્દ્ર સરકારે ડ્રગ્સ નિયમોમાં ફેરફાર કર્યા

    12 hours ago

    કફ સિરપ સહિતની તમામ સિરપ આધારિત દવાઓ હવે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદી શકાશે નહીં. કેન્દ્ર સરકારે ડ્રગ્સના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત સિરપને હવે તે યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે, જે હેઠળ આવતી દવાઓ સીધી દુકાનમાંથી ખરીદી શકાતી હતી. આ ફેરફાર લાગુ પડી ગયો છે. સરકારે આ નિર્ણય કફ સિરપ અને અન્ય પ્રવાહી દવાઓની દેખરેખ વધારવા માટે લીધો છે. કેટલાક દેશોમાં દૂષિત કફ સિરપથી બાળકોના મૃત્યુ બાદ આ દવાઓની ગુણવત્તા અને સુરક્ષા અંગે ચિંતા વધી હતી. સરકારનું કહેવું છે કે આનાથી સિરપ આધારિત દવાઓ પર દેખરેખ અને ગુણવત્તા નિયંત્રણ મજબૂત બનશે. સાથે જ ઉત્પાદક અને વિક્રેતાને લાઇસન્સિંગ અને ક્વોલિટી કંટ્રોલ સંબંધિત કડક નિયમોનું પાલન કરવું પડશે. સિરપ શબ્દને યાદીમાંથી હટાવાયો આ ફેરફાર ડ્રગ્સ (પાંચમો સુધારો) નિયમ, 2026 હેઠળ કરવામાં આવ્યો હતો. સુધારેલા નિયમોની અધિસૂચના સત્તાવાર ગેઝેટમાં પબ્લિશ થતાં જ લાગુ પડી ગઈ. નવી વ્યવસ્થા હેઠળ ડ્રગ્સ રૂલ્સ, 1945ની અનુસૂચિ K માં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અનુસૂચિમાં એવી દવાઓ રાખવામાં આવી હતી જેને કેટલાક નિયમોમાં છૂટ આપવામાં આવી હતી. હવે આ સૂચિમાંથી “સીરપ” શબ્દ હટાવી દેવામાં આવ્યો છે. સામાન્ય લોકો પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવવામાં આવ્યા હતા ત્રણ વર્ષ પહેલાં ક્વોલિટી ટેસ્ટ ફરજિયાત કરી હતી દવા સુરક્ષા અને ગુણવત્તાને લઈને કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા પગલાં લીધાં છે. 2022-23માં ભારતમાં બનેલી કેટલીક કફ સિરપ દવાઓને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે સવાલો ઉઠ્યા હતા. આફ્રિકી દેશો અને ઉઝબેકિસ્તાનમાં બાળકોના મૃત્યુના કિસ્સાઓ પછી ભારતીય દવાઓની ગુણવત્તા પર દેખરેખ વધારવામાં આવી હતી. આ પછી સરકારે કફ સિરપની નિકાસ પહેલાં સરકારી લેબમાં ફરજિયાત ટેસ્ટિંગની વ્યવસ્થા લાગુ કરી. સાથે જ દવા ઉત્પાદન એકમો માટે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP) ધોરણોને પણ કડક કરવામાં આવ્યા. ઘણી કંપનીઓના લાઇસન્સ રદ કરવામાં આવ્યા અને ઉત્પાદન એકમો પર કાર્યવાહી થઈ. 2023-24માં થયેલા મુખ્ય ફેરફારો નવો નિયમ શા માટે મહત્વનો નિષ્ણાતોનું માનવું છે કે સિરપ આધારિત દવાઓમાં પ્રવાહી મિશ્રણ, ફ્લેવરિંગ એજન્ટ અને અન્ય રસાયણોનો ઉપયોગ થાય છે. આવા કિસ્સામાં, તેમના ઉત્પાદન અને સંગ્રહમાં નાની ભૂલ પણ ગુણવત્તાને અસર કરી શકે છે. સિરપને અનુસૂચિ-K ની છૂટવાળી સૂચિમાંથી બહાર કરવું એ સરકારની તે જ વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં દૂષિત કફ સિરપથી 26 બાળકોનાં મોત થયા હતા મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં ઓક્ટોબર 2025માં દૂષિત કફ સિરપથી 26 બાળકોના મોત થયા હતા. બાળકોના મોતનું કારણ બનેલા કોલ્ડ્રિફ કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માના ડિરેક્ટર ગોવિંદન રંગનાથનની ધરપકડ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રામમંદિર ચઢાવામાંથી ચોરી મામલે આજે 2 FIR થઈ શકે:SITની ટીમ DM સાથે મંદિર પહોંચી; ગઈકાલે 42 શંકાસ્પદોની પૂછપરછ કરી હતી
    Next Article
    સતત બીજા દિવસે ફૂડ વિભાગનો દરોડો:રાજકોટમાં રૂ. 360ની થાળી આપતા બાલાજી થાળના લોટમાં ધનેડા નીકળ્યા, 'લોટમાં આ ધનેડા બહારથી આવ્યા' હોવાનો સંચાલકનો લુલો બચાવ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment