Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરે અધિકમાસ કથા સંપન્ન:યુવાનોએ સફળતાના શિખરે પહોંચવા સોશિયલ મીડિયાની રીલ્સથી મુક્ત થવું પડશે

    11 hours ago

    સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ, મણિનગર ખાતે પવિત્ર અધિકમાસના પાવન અવસરે “શ્રી હરિચરિત્રામૃત” કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમાવાસ્યાના પવિત્ર પ્રસંગે આ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સામૂહિક ધ્યાન, ભજન અને કીર્તન યોજાયા હતા. આ કથાના વક્તાપદે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ ૭ દિવસ સુધી શ્રોતાઓને શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિવિધ દિવ્ય લીલા ચરિત્રોનું શ્રવણ કરાવ્યું હતું. તેમણે પ્રેરણાદાયી પ્રસંગો દ્વારા જીવનને આધ્યાત્મિક કેવી રીતે બનાવવું તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું. સાધુ પ્રેમવત્સલદાસજીએ યુવાનો અને વડીલોને સંબોધતા જણાવ્યું હતું કે, આજના યુવાનો સફળતાના શિખરે પહોંચવા ઈચ્છે છે, પરંતુ તે માટે પોતાના મન અને સોશિયલ મીડિયાની રીલ્સથી મુક્ત થવું પડશે. તેમણે ઉમેર્યું હતું કે, અધિકમાસ આપણને શીખવે છે કે જ્યાં સુધી જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા ચાર સદ્ગુણોનું સિંચન નહીં થાય, ત્યાં સુધી ભૌતિક સમૃદ્ધિ કે સફળતા આંતરિક શાંતિ આપી શકશે નહીં. તેમણે યુવાનોને વ્યસનમુક્ત બનવા, માતાપિતાને આદર આપવા, નિત્ય મંદિરે જવા અને નિયમિત ભગવાનને પ્રાર્થના કરવા જેવા ચાર નિયમોનું પાલન કરવાની શીખ આપી હતી. વડીલોને સંબોધતા તેમણે કહ્યું કે, તેમણે માત્ર આદેશ આપવાને બદલે નવી પેઢી માટે માર્ગદર્શક બનવું જોઈએ અને યુવાનોને પ્રેમથી સમજાવીને તેમની સાથે તાલમેલ સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ કથામૃતનો દેશ અને વિદેશના ભક્તો પણ લાભ લઈ શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર ચોથા દિવસે પણ સૌથી ગરમ, દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી:ચોમાસું અરબી સમુદ્રમાં 8, તેલંગાણામાં 6 દિવસથી અટક્યું; 5 દિવસ પછી મુંબઈમાં આગળ વધશે
    Next Article
    ભરૂચમાં સીએમ હસ્તે મિયાવાકી વનનું લોકાર્પણ:GNFCના 50 વર્ષ પૂર્ણતાના અવસરે સુવર્ણ જયંતી મહોત્સવ; ભવ્ય વિકાસયાત્રાની ઉજવણીમાં મંત્રીઓ અને મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment