Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GNFC ના 50 વર્ષ પૂર્ણ થયા:નર્મદાનગરમાં સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી, નવા લોગોનું અનાવરણ

    6 hours ago

    ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ (GNFC) દ્વારા સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા નર્મદાનગર ટાઉનશીપ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કંપનીના નવા લોગોનું અનાવરણ કરાયું અને શોભાયાત્રાનું આયોજન થયું. કાર્યક્રમની શરૂઆત GNFC ગીતના ગાન સાથે થઈ હતી. ત્યારબાદ કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોઇઝ યુનિયનના સભ્યો દ્વારા સુવર્ણ જયંતિ વર્ષના વિશેષ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું. કંપનીના જણાવ્યા મુજબ, આ લોગો કંપનીની મજબૂત સફર અને આધુનિક વિકાસના વિઝનને પ્રતિબિંબિત કરે છે. લોગો અનાવરણ પછી લીલી ઝંડી બતાવી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. શોભાયાત્રામાં GNFC ની 50 વર્ષની સિદ્ધિઓ, સામાજિક જવાબદારીના કાર્યો અને ટેક્નોલોજીકલ પ્રગતિ દર્શાવતા ટેબ્લો રજૂ કરાયા હતા. ટાઉનશીપના માર્ગો પર નીકળેલી આ શોભાયાત્રાએ લોકોનું ધ્યાન ખેંચ્યું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે GNFC ની આ 50 વર્ષની સફરમાં કર્મચારીઓ, તેમના પરિવારજનો અને સ્ટોકહોલ્ડર્સનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. ગોલ્ડન જયંતિ માત્ર ઉજવણી નહીં, પરંતુ ગ્રીન ટેક્નોલોજી અને નવા ઇનોવેશન સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવાનો સંકલ્પ પણ છે. કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ હેલિપેડથી હમીરજી સર્કલ સુધી PMનો રોડ-શો:મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક કરી બપોરે જાહેર સભા સંબોધશે
    Next Article
    15,000 kg Adulterated Honey Worth Rs 22 Lakh Seized In Uttar Pradesh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment