Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર ચોથા દિવસે પણ સૌથી ગરમ, દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી:ચોમાસું અરબી સમુદ્રમાં 8, તેલંગાણામાં 6 દિવસથી અટક્યું; 5 દિવસ પછી મુંબઈમાં આગળ વધશે

    13 hours ago

    રાજ્યમાં સોમવારે હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું હતું, જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં અસહ્ય ગરમી અને બફારો નોંધાયો હતો. સતત ચોથા દિવસે રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભાવનગરમાં 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દેશના 9 રાજ્યોમાં પ્રી-મોન્સૂન સક્રિય છે, પરંતુ ઘણા વિસ્તારોમાં ગરમી પડી રહી છે. હાલમાં મોન્સૂન તેલંગાણાના ભદ્રાચલમમાં 6 દિવસથી અટકેલું છે. જ્યાં સુધી તે આગળ નહીં વધે, ત્યાં સુધી મધ્ય પ્રદેશમાં આ તરફથી દસ્તક નહીં આપે. બીજી તરફ મોન્સૂન અરબી સમુદ્રથી આગળ વધ્યું નથી. અહીં 8 જૂનથી અટકેલું છે. હવામાન મોડેલો સંકેત આપી રહ્યા છે કે આ સપ્તાહના અંત સુધીમાં વરસાદની ગતિવિધિઓમાં સુધારો શક્ય છે. જેટ સ્ટ્રીમની વર્તમાન પેટર્ન નબળી પડતાં મોન્સૂની પવનો તેજ બનશે. આગામી 4થી 5 દિવસમાં મોન્સૂનના મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ અને અન્ય વિસ્તારોમાં આગળ વધવા માટેની પરિસ્થિતિઓ બની શકે છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં આગમન થશે. અમદાવાદમાં વાદળછાયું વાતારવણ રહેશે, અસહ્ય ઉકળાટ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે, શહેરમાં હજુ પણ ગરમીથી બહુ મોટી રાહત મળે તેમ નથી. અમદાવાદમાં સોમવારે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +0.9 ડિગ્રી વધુ હતું. તો લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ પારો 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેશે. આગામી 7 દિવસની આગાહી, કયા જિલ્લાઓમાં ક્યારે પડશે વરસાદ? ચોમાસાની સ્થિતિ, મહારાષ્ટ્ર તરફ આગળ વધવા સાનુકૂળ સંજોગો નૈઋત્યનું ચોમાસું હાલમાં આગળ વધી રહ્યું છે અને તેની સીમા હરનાઈ, સોલાપુર અને હૈદરાબાદ થઈને પસાર થઈ રહી છે. આગામી 4થી 5 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના વધુ ભાગો, કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહાર તરફ આગળ વધવા માટે પરિસ્થિતિઓ એકદમ સાનુકૂળ છે. હાલ ગુજરાતના વાતાવરણમાં નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જે આગામી સમયમાં ચોમાસાના આગમન માટે પાયો તૈયાર કરશે. આ પણ વાંચો… અરબી સમુદ્રમાં 8, તેલંગાણામાં 6 દિવસથી અટક્યું ચોમાસું, MPમાં 5 દિવસ પછી એન્ટ્રી શક્ય, ત્યારે જ છત્તીસગઢ-મહારાષ્ટ્રમાં આગળ વધશે દેશના 9 રાજ્યોમાં પ્રી-મોન્સૂન સક્રિય છે, પરંતુ ઘણા વિસ્તારોમાં ગરમી પડી રહી છે. મોન્સૂન તેલંગાણાના ભદ્રાચલમમાં 6 દિવસથી અટકેલું છે. જ્યાં સુધી તે આગળ નહીં વધે, ત્યાં સુધી મધ્ય પ્રદેશમાં આ તરફથી દસ્તક નહીં આપે. બીજી તરફ મોન્સૂન અરબી સમુદ્રથી આગળ વધ્યું નથી. અહીં 8 જૂનથી અટકેલું છે. વર્લ્ડ મેટ્રોલોજી ઓર્ગેનાઈઝેશનની હાઈડ્રો મેટ્રી ટીમના સભ્ય ડો. પંકજ કુમારના મતે મધ્ય પ્રદેશમાં મોન્સૂનની એન્ટ્રી 5 દિવસમાં અથવા તે પછી જ થઈ શકે છે. હવામાન મોડેલો સંકેત આપી રહ્યા છે કે આ સપ્તાહના અંત સુધીમાં વરસાદની ગતિવિધિઓમાં સુધારો શક્ય છે. જેટ સ્ટ્રીમની વર્તમાન પેટર્ન નબળી પડતાં મોન્સૂની પવનો તેજ બનશે. આગામી 4-5 દિવસમાં મોન્સૂનના મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ અને અન્ય વિસ્તારોમાં આગળ વધવા માટેની પરિસ્થિતિઓ બની શકે છે. જેટ સ્ટ્રીમ વાતાવરણના ઉપલા સ્તરોમાં વહેતા અત્યંત તેજ પવનો છે. આ સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી લગભગ 8 થી 15 કિલોમીટરની ઊંચાઈએ હોય છે. આ મોન્સૂન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભને પ્રભાવિત કરે છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ગુજરાતી સિનેમાની નવી ઓળખ:બે દિલધડક અને રહસ્યમય ફિલ્મો- ‘કડકનાથ’ અને ‘રંગા’; જુઓ 'ફોક થ્રિલર'નું ટ્રેલર
    Next Article
    કુમકુમ મંદિરે અધિકમાસ કથા સંપન્ન:યુવાનોએ સફળતાના શિખરે પહોંચવા સોશિયલ મીડિયાની રીલ્સથી મુક્ત થવું પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment