Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી સિનેમાની નવી ઓળખ:બે દિલધડક અને રહસ્યમય ફિલ્મો- ‘કડકનાથ’ અને ‘રંગા’; જુઓ 'ફોક થ્રિલર'નું ટ્રેલર

    8 hours ago

    ગુજરાતી સિનેમા જગત હવે માત્ર કોમેડી કે ફેમિલી ડ્રામા પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ વૈવિધ્યસભર અને પ્રયોગાત્મક વિષયો તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં દર્શકોને થિયેટરોમાં રોમાંચ, સસ્પેન્સ અને ડરનો અદભુત અનુભવ કરાવવા માટે બે અનોખી ગુજરાતી ફિલ્મો આવી રહી છે. તાજેતરમાં જ આ બંને ફિલ્મોના ટ્રેલર-ટીઝર રિલીઝ કરવામાં આવ્યા છે. રહસ્યમય 'ફોક થ્રિલર': 26 જૂને આવી રહી છે ‘કડકનાથ’ ગુજરાતી સિનેમા જગતમાં એક અનોખી સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે ‘કડકનાથ’. તાજેતરમાં જ લોન્ચ થયેલા આ ફિલ્મના રોમાંચક ટ્રેલરે દર્શકોમાં એક અજાણ્યો ભય અને ઉત્સુકતા જગાડી છે. "તો હાસુ હુ? ને ઝૂઠું હુ? કાંઈ હાસુ નથી, અને કાંઈ ઝૂઠું નથી, ખાલી એક સત્ય સે, મરણ સત્ય સે" જેવા ગંભીર ડાયલોગ સાથે શરૂ થતી આ ફિલ્મ માત્ર એક સામાન્ય વાર્તા નથી, પરંતુ એક પાવરફુલ "ફોક થ્રિલર" છે, જે 26 જૂન, 2026ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રહસ્યમય વાર્તા અને કલાકારો: આખી વાર્તા એક રહસ્યમય ગામની આસપાસ ફરે છે, જ્યાં અચાનક યુવાનોના ભેદી મોતના કારણે આખું ગામ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું છે અને લોકો ડરીને સ્થળાંતર કરી રહ્યા છે. આ ભેદ ઉકેલવા પોલીસ પોતાની તપાસ ચલાવી રહી છે પરંતુ કોઈ અત્યંત ક્રૂરતાપૂર્વક આ હત્યાઓને અંજામ આપી રહ્યું છે. કાળા રંગના કડકનાથ મરઘા, અંધારી રાતો, બળતી ચિતાઓ અને રહસ્યમય વાતાવરણ ફિલ્મને વધુ ઘેરું અને રોમાંચક બનાવે છે. લેન્સક્વીન ફિલ્મ્સના બેનર હેઠળ આ ફિલ્મ વિહંગ રાઠોડ અને નીરવ ભાભોર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ શાનદાર વાર્તાનું લેખન અને દિગ્દર્શન કૌશિક ગરાસિયા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જાણીતા એક્ટર અભિનય બેંકર છે, જ્યારે તેની સાથે ડેનિશા ઘુમરા, ચેતન દૈયા, નીરવ ભાભોર અને નિશુ ત્રિવેદી સહિતના કલાકારો જોવા મળશે. જુઓ ટ્રેલર:- અંતરના અવાજની અનોખી સફર: 10 જુલાઈએ આવી રહી છે ‘રંગા’ ‘કડકનાથ’ના રોમાંચની સાથે જ ગુજરાતી સિનેમામાં વધુ એક ચોંકાવનારી ફિલ્મ દસ્તક દઈ રહી છે. ક્યારેક અંતરનો અવાજ આપણા કરતાં ઘણો વધુ નિર્મળ અને સાચો હોય છે… પણ જો એ અવાજ માનવીય જ ન રહે તો? આ જ ગૂઢ પ્રશ્ન અને એક અનોખા કોન્સેપ્ટ સાથે ફિલ્મ ‘રંગા’ (Rangaaa)નું ઓફિશિયલ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. પાર્નિકા મોશન પિક્ચર્સ પહલ ફિલ્મ્સના સહયોગમાં પોતાની આ પ્રથમ હોમ પ્રોડક્શન ડેબ્યુ ફીચર ફિલ્મ લઈને આવી રહ્યું છે. આ ફિલ્મ આગામી 10 જુલાઈ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની ટેકનિકલ ટીમ અને મજબૂત સ્ટારકાસ્ટ: આ ફિલ્મના પ્રોડ્યુસર્સ પ્રશાંત બસાવરાજ, પ્રિયંકા પ્રશાંત લક્કુંડી, કૃપા પટેલ અને ધવલ પટેલ છે. જ્યારે વાર્તા, સ્ક્રીનપ્લે અને કન્સેપ્ટ પ્રશાંત બસાવરાજનો છે. ફિલ્મના ડાયલોગ સંજય પ્રજાપતિએ લખ્યા છે. ફિલ્મનું સચોટ દિગ્દર્શન અને એડિટિંગ શ્રીકાંત ચૌધરી દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ધ્રુવકાંત ભાટિયાએ સિનેમેટોગ્રાફી (DOP)ની જવાબદારી સંભાળી છે. ફિલ્મમાં ગૌરાંગ આનંદ, મેહુલ દેસાઈ, આરતી પટેલ, જય રામી, મુકેશ જાની, મેહુલ બ્રહ્મભટ્ટ, અમર કુબાવત, રાજુ બારોટ, અતુલ શુક્લા અને ભૌતિક ઓઝા જેવા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો પોતાના અભિનયનો જાદુ પાથરશે.
    Click here to Read More
    Previous Article
    Abhijeet Dipke Slap Viral Video: थप्पड़ कांड के बाद अभिजीत की पहली प्रतिक्रिया | Dharmendra Pradhan
    Next Article
    ભાવનગર ચોથા દિવસે પણ સૌથી ગરમ, દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી:ચોમાસું અરબી સમુદ્રમાં 8, તેલંગાણામાં 6 દિવસથી અટક્યું; 5 દિવસ પછી મુંબઈમાં આગળ વધશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment