Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વધુ બે જર્જરિત મકાનો તોડ્યા:ગીતા લોજવાળી બિલ્ડિંગમાં ડિમોલિશન, મહાનગરપાલિકાની ઝુંબેશ યથાવત, કસ્ટમ હાઉસના જર્જરિત મકાનને તોડાશે

    20 hours ago

    જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત અને જોખમી ઇમારતો સામે કાર્યવાહી ચાલુ છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જાહેર સલામતીના હેતુસર આ પગલાં લેવાઈ રહ્યા છે. ગત સપ્તાહે સાત જર્જરિત મકાનો દૂર કરાયા હતા. આ કાર્યવાહીના ભાગરૂપે, હાલ ગીતા લોજવાળી બિલ્ડિંગમાં ડિમોલિશન ચાલી રહ્યું છે. આજે ગ્રેન માર્કેટ નજીક આવેલા કસ્ટમ હાઉસના જર્જરિત મકાનને તોડવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 9ના વંડા ફળી વિસ્તારમાં આવેલું એક અન્ય જર્જરિત મકાન પણ જાહેર જનતા અને આસપાસના રહેવાસીઓ માટે જોખમી હોવાથી તેનું ડિમોલિશન કાર્ય પણ આજે હાથ ધરાયું છે. જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ શાખાની ટીમ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓની દેખરેખ હેઠળ આ કામગીરી ચાલી રહી છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે શહેરમાં જોખમી ઇમારતોની ઓળખ કરી તબક્કાવાર કાર્યવાહી ચાલુ રહેશે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે છે. જોખમી ઇમારતો દૂર કરવાની આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    સરકારી શાળાઓનું ટ્રાન્સપોર્ટેશન ઠપ્પ થતા વાલીઓ પરેશાન.:નવું સત્ર શરૂ થયાના 10 દિવસ બાદ પણ બસ સેવા બંધ: રોજગારી ગુમાવી બાળકોને લેવા-મૂકવા જવા વાલીઓ મજબૂર, તંત્રએ આપ્યું આશ્વાસન.
    Next Article
    55%વાળા IAS બની શકે તો 90%વાળા શું કરી શકે:રાજકોટમાં બોર્ડના વિદ્યાર્થીઓના પ્રતિભા સન્માન સમારોહમાં રૂરલ SP ગુર્જરે મોટીવેટ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment