Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    55%વાળા IAS બની શકે તો 90%વાળા શું કરી શકે:રાજકોટમાં બોર્ડના વિદ્યાર્થીઓના પ્રતિભા સન્માન સમારોહમાં રૂરલ SP ગુર્જરે મોટીવેટ કર્યા

    22 hours ago

    રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ 10 અને 12 માં સ્કૂલ ફર્સ્ટ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રતિભા ગૌરવ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 450 જેટલા વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરાયું હતુ. વિદ્યાર્થી 99 પર્સેન્ટાઇલવાળો હોય કે 60 PR વાળો તેમાં કોઈ ભેદભાવ રાખ્યા વિના સ્કૂલમાં પ્રથમ ક્રમે આવતા વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. રાજકોટ રૂરલ SP વિજયસિંહ ગુર્જરે વિદ્યાર્થીઓને મોટીવેટ કરતા કહ્યું કે, 55 ટકાવાળો માણસ IAS બનીને SP તરીકે આપની સામે ઊભો છે તો 90 ટકા વાળા તમે દેશ માટે શું કરી શકો તે તમારે વિચારવાનું છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2025 - 26 માં ફેબ્રુઆરી મહિનામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષ લેવામાં આવી હતી. જેમાં ગુજરાત બોર્ડની રાજકોટ શહેરની જે શાળાઓ છે તેમાં પોતાની સ્કૂલમાં પ્રથમ નંબર મેળવેલો છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થી ખાનગી શાળાનો હોય, સરકારી નો હોય કે ગ્રાન્ટેડ સ્કૂલનો હોય પરંતુ પોતાની સ્કૂલમાં પ્રથમ નંબરે આવેલા તમામ વિદ્યાર્થીઓ હેમુ ગઢવી હોલ ખાતે સન્માન કરાયું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે ખાનગી શાળામાં 99.99 PR મેળવનાર વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે હોય અને સરકારી શાળામાં 60 PR મેળવનાર વિદ્યાર્થી પ્રથમ નંબરે હોઈ શકે. જોકે એક જ મંચ ઉપરથી તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરી રહ્યા છીએ. આમાં બીજા કોઈ વિદ્યાર્થીઓનું અપમાન કરવાનું કે તેમને નીચું બતાવવાનો કોઈ પ્રયત્ન નથી. પરંતુ પરીક્ષામાં ઉપકૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થી સેલ્ફ મોટીવેટ થઈ શકે તે માટેનો આ પ્રયત્ન છે. ધોરણ 10 અને 12 ના 450 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ તકે અહીં ઉપસ્થિત એડિશનલ કલેક્ટર, રૂરલ SP, સનદી અધિકારીઓએ વિદ્યાર્થીઓને મોટીવેશનલ પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વધુ બે જર્જરિત મકાનો તોડ્યા:ગીતા લોજવાળી બિલ્ડિંગમાં ડિમોલિશન, મહાનગરપાલિકાની ઝુંબેશ યથાવત, કસ્ટમ હાઉસના જર્જરિત મકાનને તોડાશે
    Next Article
    પ્રજનન સમયગાળામાં પ્રતિબંધ છતાં માછીમારી:ગીર સોમનાથના યાંત્રિક બોટના માલિક સામે ગુનો નોંધાયો, દરિયાઈ જીવસંપત્તિના સંરક્ષણ માટે અઢી મહિના ફિશિંગ બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment