Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૈસા બાબતે પતિએ પત્ની પર હુમલો કર્યો:વલ્લભીપુરના પાટણા ગામે પત્ની પર પતિનો જીવલેણ હુમલો, લાકડીના ફટકા મારી પગ ભાંગી નાખ્યો

    3 दिन पहले

    ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા ગામેથી ઘરેલું હિંસા અને પત્ની પર પૈસાની બાબતે બાબતે થયેલી સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા પતિએ તેની પોલિયોગ્રસ્ત પગ ધરાવતી પત્નીને લાકડીના આડેધડ ફટકા મારી ડાબા પગે ફ્રેક્ચર કરી નાખતા પત્નીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે વલ્લભીપુર પાસેથી મળતી માહિતી મુજબ પાટણા ગામે રહેતા અને ઘરકામ તેમજ મજૂરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા સોનલબેન ગત તા. 7/6 ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યે પોતાના ઘરે હતી, તે દરમિયાન તેમણે તેમના પતિ વિજય કુવભાઈ ભીડભીડીયાને પૂછ્યું હતું કે, તમે પ્રતાપભાઈ પાસેથી જમીનના પૈસા લાવ્યા છો કે નહીં? ​આ સાંભળતા જ પતિ વિજય એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને પત્નીને બેફામ ગાળો આપવા લાગ્યા હતા સોનલબેને ગાળો બોલવાની ના પાડતા, ઉશ્કેરાયેલા પતિએ લાકડી વડે પત્ની પર હુમલો કરી દીધો હતો. સોનલબેનને ડાબા પગે પોલિયો હોવા છતાં ક્રૂર પતિએ તે જ પોલિયોવાળા ડાબા પગના સાથળના ભાગે બે-ત્રણ લાકડીના જોરદાર ફટકા મારી દીધા હતા, ​હુમલાના કારણે સોનલબેન તુરંત જ નીચે ઢળી પડ્યા હતા અને અસહ્ય દુખાવો થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે બરવાળા ખસેડવામાં આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ફીમેલ ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ સોનલબેનના ડાબા પગના સાથળના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું તબીબોએ જણાવ્યું છે, ​તેનો પતિ ઘણા સમયથી તેને ઘરમાં હેરાન-પરેશાન કરતો હતો અને ઘરખર્ચ માટે પણ પૈસા આપતો ન હતો આ ઉપરાંત જમીનના પૈસાની ઉઘરાણીની દાઝ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરવા સાથે પતિએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, ​હાલ આ મામલે સોનલબેને હોસ્પિટલના બિછાનેથી પોતાના પતિ વિજય ભીડભીડીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં 4 PI ની આંતરિક બદલી:પ્રાંતિજ PI ને લીવ રીઝર્વમાં મુકાયા;થોડા દિવસો પહેલા 6 PSI અને બે PI ની બદલી કરાઈ હતી
    Next Article
    પાટણવાડા ચૌધરી સમાજ, હરિદ્વારમાં ભાગવત કથાનું આયોજન:લોકસેવા ટ્રસ્ટ દ્વારા 270 વડીલો માટે વડીલ વંદના કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment