Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજાણ્યા શખ્સોએ ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ:કાંટેલા ગામે રહેણાંક મકાનની બહારથી રૂ. 2.70 લાખનો ગાંજો મળી આવ્યો

    1 day ago

    પોરબંદરના મિયાણી મરીન પોલીસ મથક વિસ્તારમાં આવેલા કાંટેલા ગામમાં એક રહેણાંક મકાનના ફળિયામાંથી રૂ. 2.70 લાખથી વધુ કિંમતનો ગાંજો મળી આવ્યો છે. ઘરમાલિકે અજાણ્યા શખ્સોએ પોતાને ફસાવવાના ઇરાદે પોતાની ગેરહાજરી દરમિયાન ઘરની બહાર ગાંજાના પેકેટ મૂકી દીધા હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કાંટેલા ગામના રહેવાસી ઘેલાભાઈ ટપુભાઈ વિકમાએ મિયાણી મરીન પોલીસને જાણ કરી હતી કે તેમના ઘરના ફળિયામાં બાથરૂમની બાજુમાં શંકાસ્પદ પેકેટો પડ્યા છે. માહિતીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યાં SAFARI લખેલા નેવી બ્લુ રંગના થેલામાં ખાખી ટેપથી વીંટાળેલા પાંચ પેકેટ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પર નાર્કોટિક્સ સ્નિફર ડોગને બોલાવ્યો હતો. તપાસ દરમિયાન સ્નિફર ડોગે પેકેટોમાં માદક પદાર્થ હોવાનો સંકેત આપ્યો હતો. ત્યારબાદ કરાયેલી તપાસમાં પેકેટોમાંથી લીલા પાન, ડાળખા, બીજ અને ફૂલના ટોપકાં સાથે કુલ 5.410 કિલોગ્રામ ગાંજો, અંદાજિત રૂ. 2,70,500ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. આ બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે આર્થિક લાભ મેળવવા તેમજ ગુનામાંથી બચવાના ઇરાદે અન્ય વ્યક્તિના ઘરમાં ગાંજો મૂકી દીધો હોવાની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક ખેડૂત દ્વારા કલેક્ટરને તાકીદે પાણીના નિકાલની માંગ કરાઇ‎:પ્રાણગઢના 15 ખેતરમાં પાણી ભરાતા 150 વીઘામાં પાક નષ્ટ થવાના આરે
    Next Article
    214 વિદ્યાર્થીઓને વિદેશમાં નોકરી:જિલ્લા રોજગાર કચેરી દ્વારા ખાગેશ્રી અને રાણાવાવમાં રોજગાર નોંધણી કેમ્પ અને ઓવરસીઝ સેમિનાર યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment