Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક ખેડૂત દ્વારા કલેક્ટરને તાકીદે પાણીના નિકાલની માંગ કરાઇ‎:પ્રાણગઢના 15 ખેતરમાં પાણી ભરાતા 150 વીઘામાં પાક નષ્ટ થવાના આરે

    1 day ago

    વઢવાણના પ્રાણગઢ ગામના પાસેના ખેતરોમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે બાગાયતી પાકને નુકસાનની ભીતિ છે. સ્થાનિક ખેડૂત દ્વારા કલેક્ટરને રજૂઆત કરી પાણી નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે. 15 ખેતરમાં પાણી ભરાતા 150 વીઘામાં પાક નષ્ટ થવાની ભીતિ છે. પ્રાણગઢ પાસે આવેલ ખેતરમાં દાડમનો પ્રથમ પાક ઉતારવાની તૈયારીમાં હતો. સાર્વત્રિક વરસાદ બાદ પણ ખેતરોમાં સ્થિતિ નિયંત્રણમાં હતી. પરંતુ, નગરા ગામના અમુક લોકો દ્વારા પાણીનો નિકાલ પ્રાણગઢ તરફ વાળવામાં આવતા, મુખ્ય રોડ પર આવેલા ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સમસ્યા આ અંગે ખેડૂત કનકસિંહ રોહડિયા, દેવીસિંહ ગઢવીએ જણાવ્યું કે, પાણી નિકાલ માટેની કુદરતી કે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે ઊભો પાક નષ્ટ થવાની સાથે સાથે ખેડૂતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત, લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાથી આસપાસના વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો અને પર્યાવરણને પણ નુકસાન થવાનો ખતરો ઊભો થયો છે.
    Click here to Read More
    Previous Article
    ખેતી બેંકની ચૂંટણી:40 શાખા સમિતિ બેઠક મટે 82 ફોર્મ ભરાયા
    Next Article
    અજાણ્યા શખ્સોએ ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ:કાંટેલા ગામે રહેણાંક મકાનની બહારથી રૂ. 2.70 લાખનો ગાંજો મળી આવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment