Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેતી બેંકની ચૂંટણી:40 શાખા સમિતિ બેઠક મટે 82 ફોર્મ ભરાયા

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ખેતીબેંકની 9 શાખા ઓની કુલ 40 સમિતિ બેઠક માટે હાલ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં સુરેન્દ્રનગર ખાતે આવેલીધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ. (ખેતી બેંક) દ્વારા હાથ ધરવામાં આવેલી ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ભારે ધમાધમ જોવા મળી હતી. ખેતી બેંકની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો દ્વારા ઉત્સાહભેર ફોર્મ સબમિટ કરવામાં આવ્યા છે. મળેલી વિગતો અનુસાર 40 બેઠક માટે 82 ફોર્મ ભરયા છે જ્યારે 12 ઉમેદવાર બિનહરીફ થયા છે. તા. 7મીએ અપીલ માટે બપોરે 3થી 5 હિયરિંગ ઉમેદવારી અંગેની અપીલ તા.7 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11થી બપોરે 2કલાક સુધી જિલ્લા મેનેજર/અધિકૃત અધિકારી સમક્ષ કરી શકાશે, જેનું હિયરિંગ તે જ દિવસે બપોરે 3થી 5 દરમિયાન થશે. ઉમેદવારો પોતાની ઉમેદવારી તા.8 ઓગસ્ટ 2026 શનિવારથી તા.10 ઓગસ્ટ 2026 સોમવાર સુધીમાં સવારે 11થી બપોરે 3 કલાક દરમિયાન લેખિત રજૂઆત કરીને પાછી ખેંચી શકશે. તા.10 ઓગસ્ટના રોજ બપોરે 4 વાગ્યે ઉમેદવારોની આખરી યાદી નોટિસ બોર્ડ પર મુકાશે. મતદાનની જરૂરિયાત ઊભી થશે તો તેની તારીખ અને સમય અંગેની જાહેરાત અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે. વઢવાણમાંથી જિલ્લા શાખા પ્રતિનિધિ તરીકે રવજીભાઈ ગગજીભાઈ રોજાસરા તથા નિલેશભાઈ ચમનભાઈ અડાલજા, શાખા સભ્યમાં ઘનશ્યામભાઈ અરજણભાઈ સિંધવ અને પ્રહલાદભાઈ નાનજીભાઈ ધ્રાંગધ્રામાંથી જિલ્લા પ્રતિનિધિ માતરીયા ઘનશ્યામભાઈ જેઠભાઈ, તથા જિલ્લા પ્રતિનિધિ કણઝરીયા ધીરૂભાઈ કૂકાભાઈ, તથા ધ્રાંગધ્રા શાખા સભ્યમાં ઝાલા પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહ તથા મનસુખભાઈ નાથાભાઈ બાપોદરીયા, ચોટીલામાંથી સુરેન્દ્રનગર જિલ્લા જમીન વિકાસ બેંક ના રણજીતસિંહ ચૌહાણ હીરાભાઈ મેતા અને તાલુકા પ્રતિનિધિમાં જીગ્નેશભાઈ પરાલીયા વલ્લભભાઈ ખાચર બિનહરીફ થયા છે.
    Click here to Read More
    Previous Article
    53 સટોડિયાના નામ ખૂલ્યા:રૂ. 86,600 રોકડા, લેપટોપ જપ્ત, મુખ્ય આરોપી ફરાર
    Next Article
    સ્થાનિક ખેડૂત દ્વારા કલેક્ટરને તાકીદે પાણીના નિકાલની માંગ કરાઇ‎:પ્રાણગઢના 15 ખેતરમાં પાણી ભરાતા 150 વીઘામાં પાક નષ્ટ થવાના આરે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment