Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    214 વિદ્યાર્થીઓને વિદેશમાં નોકરી:જિલ્લા રોજગાર કચેરી દ્વારા ખાગેશ્રી અને રાણાવાવમાં રોજગાર નોંધણી કેમ્પ અને ઓવરસીઝ સેમિનાર યોજાયો

    1 day ago

    ​પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ખાગેશ્રી અને રાણાવાવ ખાતે રોજગાર નામ નોંધણી કેમ્પ તથા ઓવરસીઝ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા-કોલેજના 214થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યાં વિદેશ અભ્યાસ તેમજ નોકરી ઈચ્છુક યુવાનોને કારકિર્દી ઘડતર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ​​આ સેમિનારમાં રાજકોટ ઓવરસીઝ કેન્દ્રના કાઉન્સેલર હમિરભાઈ ચૌહાણે વિદેશ જવા ઈચ્છુક યુવાનોને પાસપોર્ટ, વિઝા પ્રક્રિયા અને વિદેશમાં રહેલી રોજગારીની વિવિધ તકો અંગે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. આ ઉપરાંત વિદેશ મોકલવાના નામે થતી છેતરપિંડી અને ફ્રોડથી કેવી રીતે બચવું તે અંગે પણ તકેદારી રાખવા જણાવ્યું હતું. આ જ સ્થળે યોજાયેલા કેમ્પમાં વિદ્યાર્થીઓની રોજગાર નોંધણી પણ હાથ ધરવામાં આવી હતી, જેને સ્થાનિક કોલેજ અને શાળા સંચાલકોનો પૂર્ણ સહયોગ સાંપડ્યો હતો.જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત સેમિનારમાં કુલ 214 વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી માહિતી આપી હતી. આ સાથે સ્થળ પર જ નામ નોંધણી કેમ્પ યોજાયો હતો
    Click here to Read More
    Previous Article
    અજાણ્યા શખ્સોએ ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ:કાંટેલા ગામે રહેણાંક મકાનની બહારથી રૂ. 2.70 લાખનો ગાંજો મળી આવ્યો
    Next Article
    રાજ્યભરમાં 37 સાંસ્કૃતિક કૃતિઓ માટે ચાર વયજૂથમાં સ્પર્ધા યોજાશે:પોરબંદરમાં કલા મહાકુંભ માટે હવે 30 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment