Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યભરમાં 37 સાંસ્કૃતિક કૃતિઓ માટે ચાર વયજૂથમાં સ્પર્ધા યોજાશે:પોરબંદરમાં કલા મહાકુંભ માટે હવે 30 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે

    1 day ago

    રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પોરબંદર દ્વારા સંચાલિત કલા મહાકુંભ-2026 માટે રજીસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ લંબાવીને 30 ઓગસ્ટ કરવામાં આવી છે. રાજ્યની સમૃદ્ધ કલા અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવા તેમજ કલાકારોને તાલુકાથી રાજ્ય કક્ષા સુધી મંચ પૂરું પાડવાના હેતુથી કુલ 37 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓમાં સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ​​આ વર્ષે યોજાનાર કલા મહાકુંભમાં ચાર વયજૂથમાં યોજાશે જેમાં 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપરના સ્પર્ધકો ભાગ લઈ શકશે. તાલુકા, જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષાએ વિવિધ લોકનૃત્ય, સંગીત, નાટક, લેખન અને વાદનની સ્પર્ધાઓ યોજાશે. રસ ધરાવતા કલાકારોએ પોરબંદર ચોપાટી રોડ પર આવેલા ગાંધી સ્મૃતિભવન" સ્થિત કચેરીએથી નિયત ફોર્મ મેળવી 30 ઓગસ્ટ સુધીમાં જમા કરાવી દેવાના રહેશે.જેમાં તાલુકા કક્ષામાં રાસ-ગરબા, એકપાત્રીય અભિનય, લોકગીત, ચિત્રકલા, વક્તૃત્વ, નિબંધ સહિત 14 સ્પર્ધા, જિલ્લા,પ્રદેશ કક્ષામાં કાવ્ય-ગઝલ લેખન, કથ્થક, શાસ્ત્રીય સંગીત, વાંસળી, ગિટાર, સિતાર અને રાજ્ય કક્ષામાં ભવાઈ, રાવણહથ્થો, જોડિયા પાવા, સરોદ, સારંગી, પખાવજ, મૃદંગમ સ્પર્ધા યોજાશે.
    Click here to Read More
    Previous Article
    214 વિદ્યાર્થીઓને વિદેશમાં નોકરી:જિલ્લા રોજગાર કચેરી દ્વારા ખાગેશ્રી અને રાણાવાવમાં રોજગાર નોંધણી કેમ્પ અને ઓવરસીઝ સેમિનાર યોજાયો
    Next Article
    રાજકોટ સિવિલમાં મફત ઓપરેશન થતાં બાળક સંપૂર્ણ સ્વસ્થ થયું‎:પોરબંદરમાં RBSK યોજનામાં શ્રમિક પરિવારના નવજાત બાળકની પાયલોરિક સ્ટેનોસિસની નિઃશુલ્ક સર્જરી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment