Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવાનગર નેચર ક્લબનો પર્યાવરણમૈત્રી ગોર મા વિસર્જન કાર્યક્રમ:પુરુષોત્તમ માસમાં જળ પ્રદૂષણ અટકાવવા અને સ્વચ્છતા જાળવવા અનોખો પ્રયાસ

    2 दिन पहले

    નવાનગર નેચર ક્લબ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન લાખોટા તળાવ ખાતે પર્યાવરણમૈત્રી ગોર મા વિસર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તો દ્વારા કરવામાં આવતા ધાર્મિક અનુષ્ઠાનોનું પુણ્ય અખંડિત રહે અને નદી, તળાવ તથા સમુદ્રના જળને પ્રદૂષિત થતું અટકાવવાનો હતો. આ પર્યાવરણમૈત્રી વિસર્જન કાર્યક્રમનો હેતુ જળચર જીવોનું રક્ષણ કરવાનો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને જનઆંદોલન તરીકે આગળ વધારવાનો પણ હતો. ક્લબ માને છે કે સ્વચ્છતા માત્ર શેરીઓ અને રસ્તાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ આપણા તળાવો, નદીઓ અને અન્ય જળાશયો પણ સ્વચ્છ તથા પ્રદૂષણમુક્ત રહે તે અત્યંત જરૂરી છે. આ કાર્યક્રમ દ્વારા ધાર્મિક આસ્થાનું સન્માન જાળવી રાખીને પર્યાવરણ સંરક્ષણ, જીવદયા અને જળસંપત્તિના રક્ષણનો સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો. આ આયોજનમાં અંદાજે ૧૨૦૦ જેટલી ગોર માની મૂર્તિઓનું શ્રદ્ધાપૂર્વક યોગ્ય જગ્યાએ વિસર્જન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોરબી કારખાનામાંથી રૂ. 1.75 લાખના કેબલ વાયરની ચોરી:ચાર તસ્કરો દિવાલ ટપી 350 કિલો કોપર-એલ્યુમિનિયમ વાયર લઈ ફરાર
    Next Article
    પાટણમાં મહંત જ્ઞાની બાપુની સમાધિ પાદુકા પ્રતિષ્ઠા:રંગીલા હનુમાન મંદિરે ધાર્મિક મહોત્સવ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment