Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની સફાઈ ઝુંબેશ માત્ર કાગળ પર:મોરબીમાં સફાઈના નામે તંત્રનું નર્યું તૂત, શિક્ષિતોનું કલાકો સુધી શ્રમદાન

    5 days ago

    મોરબીમાં અગાઉ વર્ષો સુધી નગરપાલિકા તંત્ર સહિત દરેક પક્ષના શાસકોએ સફાઈ પ્રત્યે ભારે લોલમલોલ જ ચલાવતા સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની ઓળખ ગુમાવીને હવે વૈશ્વિક સ્તરે સિરામીક સિટી જાણીતું મોરબી ગંદુ શહેર બનીને રહી ગયું છે. આનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે, પાલિકા બાદ હવે મહાનગરપાલિકાએ પણ દોઢ વર્ષના સમયગાળામાં સફાઈ પ્રત્યે ભારે નિરસતા દાખવી છે. તેથી શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના થર જમ્યા છે. આથી મનપાની શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી નવનીતભાઈ કાસુન્દ્રા સહિતના ઉચ્ચ શિક્ષિતોની ટિમ ક્લીનઅપ મોરબીએ ઉપાડી છે અને તેમની કામગીરીથી પ્રેરાઇને મનપાએ તેમની સાથે વોર્ડવાઇઝ સફાઇ ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત તો કરી હતી પરંતુ કામના સમયે કોઇ જ ડોકાયું ન હતું! ક્લિનઅપ મોરબી ટીમની કામગીરીના લીધે પોતાની બેજવાબદારીની પોલ ઉઘાડી પડશે એવો ડર લાગતા મનપાએ આ ટીમનો સંપર્ક કરીને સ્વચ્છતા જાગૃતિ રેલી કાઢી હતી, દરમિયાન રાજ્ય સરકારે પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતા અભિયાન ચલાવવાનો આદેશ આપતા નગરસેવકો તેમજ નેતાઓને ફરજનું ભાન થયું હતું. પરંતુ વાસ્તવિક સફાઇ કામગીરીના સમયે એક નંબરના વોર્ડમાં એક જ વ્યક્તિ ડોકાયા હતા અને ક્લિન અપ મોરબી ટીમના શિક્ષિતોએ જ શ્રમદાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    એસપી યુનિવર્સિટી, હિન્દી વિભાગના અધ્યક્ષ પદ પરથી હટાવાયા:એક્ઝીક્યુટીવ કાઉન્સિલની બેઠકમાં ટર્મ શેડ્યૂલ, નિમણૂંકો સહિતના નિર્ણયો મંજૂર
    Next Article
    છેતરપિંડી:ટોપલેન્ડ એન્જિન્સ પ્રા.લિ.ના માર્કેટિંગ મેનેજરનો ફોન હેક કરી ગઠિયાઓએ બેંક ખાતામાંથી 1.93 લાખ ખંખેરી લીધા!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment