Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસપી યુનિવર્સિટી, હિન્દી વિભાગના અધ્યક્ષ પદ પરથી હટાવાયા:એક્ઝીક્યુટીવ કાઉન્સિલની બેઠકમાં ટર્મ શેડ્યૂલ, નિમણૂંકો સહિતના નિર્ણયો મંજૂર

    5 days ago

    વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટીની એક્ઝીક્યુટીવ કાઉન્સિલની 21મી બેઠક સોમવારે કુલપતિ કાર્યાલય ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં શૈક્ષણિક, વહીવટી અને સંશોધન ક્ષેત્રને લગતા અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં હિન્દી વિભાગના અધ્યક્ષ સામે વિદ્યાર્થીઓની ફરિયાદને પગલે તેમને તાત્કાલિક અસરથી અધ્યક્ષ અને બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેન પદેથી દૂર કરવાનો નિર્ણય સૌથી મહત્વનો હતો. હિન્દી વિભાગના શોધછાત્ર વિકાસકુમાર મિશ્રા સહિત છ વિદ્યાર્થીઓ દ્વારા વિભાગીય અધ્યક્ષ વિરુદ્ધ ગેરવર્તણૂકની ફરિયાદ કરાઈ હતી. આ ફરિયાદની તપાસ માટે રચાયેલી સમિતિના અહેવાલ પર કાઉન્સિલમાં ચર્ચા થઈ હતી. ત્યારબાદ, નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે અધ્યક્ષને બંને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. કાઉન્સિલે શૈક્ષણિક વર્ષ 2026-27 માટેના તમામ યુજી અને પીજી અભ્યાસક્રમોનું નવું ટર્મ શેડ્યૂલ સુધારા સાથે મંજૂર કર્યું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) હેઠળ ચાર વર્ષીય યુ.જી. ઓનર્સ/રિસર્ચ કાર્યક્રમના સાતમા અને આઠમા સેમેસ્ટર માટે વિવિધ કોલેજો અને અનુસ્નાતક વિભાગોમાં અભ્યાસક્રમો, વિષયો અને પ્રવેશ બેઠકોને પણ અંતિમ મંજૂરી અપાઈ હતી. યુનિવર્સિટીના ૨૦થી વધુ અનુસ્નાતક વિભાગોમાં શૈક્ષણિક કામગીરી જાળવી રાખવા માટે એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટની નિમણૂક માટેની પસંદગી સમિતિઓની ભલામણોને પણ બહાલી આપવામાં આવી હતી. મટીરીયલ સાયન્સ વિભાગના નિવૃત્ત વડા ડૉ. એલ. એમ. મનોચા દ્વારા અપાયેલા રૂ. 1 લાખના દાનના વ્યાજમાંથી દર વર્ષે રૂ. 5 હજારનો 'પ્રોફેસર સતીશ મનોચા મેમોરીયલ એવોર્ડ ઇન મટીરીયલ્સ સાયન્સ' શ્રેષ્ઠ પીએચ.ડી. થીસીસ માટે એનાયત કરવાનો નિર્ણય પણ લેવાયો હતો. કુલપતિ પ્રો. નીરંજન પટેલે જણાવ્યું હતું કે યુનિવર્સિટી ઉચ્ચ નૈતિક મૂલ્યો, શૈક્ષણિક શિસ્ત અને વિદ્યાર્થીઓના હિતોના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. સંસ્થામાં કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કે શિસ્તભંગ ચલાવી લેવામાં આવશે નહીં. બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય તરીકે 8 મે, 2026ની એક્ઝીક્યુટીવ કાઉન્સિલ બેઠકમાં હિન્દી વિભાગને માનવ વિદ્યાભવનમાં તબદીલ કરવાનો લેવાયેલો નિર્ણય રદ કરાયો. અગાઉની બેઠકના ઠરાવો પર થયેલી કાર્યવાહીના અહેવાલને પણ સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’:14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 આરોપી સામે કાર્યવાહી
    Next Article
    મનપાની સફાઈ ઝુંબેશ માત્ર કાગળ પર:મોરબીમાં સફાઈના નામે તંત્રનું નર્યું તૂત, શિક્ષિતોનું કલાકો સુધી શ્રમદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment