Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’:14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 આરોપી સામે કાર્યવાહી

    4 days ago

    રાજ્યમાં બાળમજૂરીના કલંકને ભૂંસવા અને માસૂમ બાળકોના થતા શોષણને અટકાવવા માટે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી કડક ડ્રાઇવ ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’ શરૂ કર્યું છે. આ વિશેષ અભિયાનના પ્રથમ 14 દિવસમાં જ પોલીસે વિવિધ ઔદ્યોગિક એકમો, હોટેલો અને કારખાનાઓમાં સપાટો બોલાવીને 84 જેટલા બાળમજૂરોને નરકાગારમાંથી મુક્ત કરાવ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા માલિકો સામે 16 જેટલા ગુના નોંધી 26 આરોપી વિરૂદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે. દરેક બાળક શાળામાં હોય, કામ પર નહીં: DGP બનાવની વિગત એવી છે કે, ગુજરાત પોલીસ દ્વારા આ મિશન "દરેક બાળક શાળામાં હોય, કોઈપણ બાળક કામ પર નહીં" ના મુખ્ય સૂત્ર અને ઉમદા હેતુ સાથે ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્ય પોલીસ વડા (DGP) જી.એસ. મલિકે જણાવ્યું કે, આ અભિયાન માત્ર દરોડા પાડવા પૂરતું મર્યાદિત નથી. આ ઓપરેશન હેઠળ મુક્ત કરાયેલા માસૂમ બાળકોના યોગ્ય પુનર્વસન અને તેમને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં 67 બાળકોનું સફળતાપૂર્વક પુનર્વસન કરાવ્યું છે, જ્યારે સમાજમાં જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં 160 જેટલા કાર્યક્રમો પણ યોજ્યા છે. સુરતના ટેક્સટાઇલ યુનિટમાં માસૂમોનું શોષણ આ દરોડા દરમિયાન સુરતના કામરેજ વિસ્તારમાં આવેલી એક ટેક્સટાઇલ યુનિટમાંથી ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ત્યાંથી મુક્ત કરાયેલા 2 માસૂમ બાળકો પાસેથી રોજ સવારે 8 વાગ્યાથી છેક સાંજે 7 વાગ્યા સુધી સતત 11 કલાક કાળી મજૂરી કરાવવામાં આવતી હતી અને તેના બદલામાં તેમને દૈનિક માત્ર રૂ. 200 જેટલું નજીવું વેતન અપાતું હતું. એટલું જ નહીં, જો બાળકો થાકને કારણે કામ કરવાની ના પાડે તો તેમની સાથે બળજબરી કરવામાં આવતી હતી. બિહાર-રાજસ્થાનથી ચાઇલ્ડ ટ્રાફિકિંગની આશંકા, આગામી ટાર્ગેટ 5 હજાર બાળકોને મુક્ત કરવાનો પોલીસના જણાવ્યા મુજબ, બાળમજૂરીના સૌથી વધુ કિસ્સા ટેક્સટાઇલ એકમો, હોટલ-રેસ્ટોરન્ટ, રાઇસ મિલો અને નાના ગૃહ ઉદ્યોગોમાંથી પ્રકાશમાં આવી રહ્યા છે. આ ઓપરેશનમાં મુક્ત કરાયેલા મોટાભાગના બાળકોને બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી મજૂરી માટે અહીં લવાયા હોવાનું ખૂલ્યું છે, જેને પગલે હવે પોલીસ ચાઇલ્ડ ટ્રાફિકિંગ (બાળ તસ્કરી)ના એન્ગલથી પણ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. ગુજરાત પોલીસે આગામી દિવસોમાં આ મોનિટરિંગ વધુ કડક બનાવીને રાજ્યભરમાં 50 હજારથી વધુ શંકાસ્પદ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને 5 હજારથી વધુ બાળમજૂરોને મુક્ત કરવાનું મોટું લક્ષ્ય રાખ્યું છે. આ સામાજિક દૂષણને જડમૂળથી ઉખાડવા માટે પોલીસ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ, બાળ કલ્યાણ સમિતિ (CWC) તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ (NGOs) સાથે મળીને વ્યાપક મોરચો માંડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    માથું ઘડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગઈ:અમરેલીમાં સિંહણે યુવકનો શિકાર કર્યો; સ્થળેથી પાંસળીના ટુકડા-અડધું ખાધેલું માથું મળ્યું
    Next Article
    એસપી યુનિવર્સિટી, હિન્દી વિભાગના અધ્યક્ષ પદ પરથી હટાવાયા:એક્ઝીક્યુટીવ કાઉન્સિલની બેઠકમાં ટર્મ શેડ્યૂલ, નિમણૂંકો સહિતના નિર્ણયો મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment