Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માથું ઘડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગઈ:અમરેલીમાં સિંહણે યુવકનો શિકાર કર્યો; સ્થળેથી પાંસળીના ટુકડા-અડધું ખાધેલું માથું મળ્યું

    4 days ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મોડી રાત્રે પોતાના વતન ઉત્તરાખંડ જવા માટે નીકળેલા અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતા પ્રકાશ ચંદ્ર નામના પરપ્રાંતીય યુવક પર એક સિંહણએ ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. સિંહણ દ્વારા કરાયેલા આ હિંસક આક્રમણમાં યુવકનો શિકાર કરાયો હતો અને ઘટનાસ્થળેથી માત્ર તેની ખોપરી જ મળી આવતાં સમગ્ર પંથકના સ્થાનિક લોકોમાં ભારે ભય અને રોષનો માહોલ વ્યાપી ગયો છે, જ્યારે ઘટનાની જાણ થતાં જ રાજુલા રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો જાફરાબાદના ભાકોદર નજીક સિંહે યુવાનને ફાડી ખાધો 21 દિવસ પહેલાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાંથી પણ એક અત્યંત આઘાતજનક અને અરેરાટીભરી ઘટના સામે આવી હતી. જાફરાબાદના ભાકોદર ગામ નજીક આવેલી બાવળની ઝાડીઓમાંથી એક યુવાનનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક દૃષ્ટિએ આ યુવાન પર સિંહે હુમલો કરી તેને ફાડી ખાધો હોવાની આશંકા વનવિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    આસામ વિમાન દુર્ઘટનામાં શહીદ પુત્રના તાબૂતને ભેટીને માતા ધ્રુસકે-ધ્રુસકે રડ્યા:માતાએ કહ્યું-એક વાર આવી જા બેટા, તારા લગ્નની તૈયારીઓ કરતી હતી; અલીગઢમાં મોટા ભાઈએ મુખાગ્નિ આપી
    Next Article
    ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’:14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 આરોપી સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment