Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસામ વિમાન દુર્ઘટનામાં શહીદ પુત્રના તાબૂતને ભેટીને માતા ધ્રુસકે-ધ્રુસકે રડ્યા:માતાએ કહ્યું-એક વાર આવી જા બેટા, તારા લગ્નની તૈયારીઓ કરતી હતી; અલીગઢમાં મોટા ભાઈએ મુખાગ્નિ આપી

    4 days ago

    આસામ વિમાન દુર્ઘટનામાં શહીદ થયેલા યુપીના જવાન જીતેન્દ્ર શર્માનો પાર્થિવ દેહ તેમના પૈતૃક ગામ અલીગઢના સાલપુર પહોંચ્યો. માતા તાબૂતને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ઘરથી 200 મીટર દૂર ખેતરમાં તેમના રાજકીય અને સૈનિક સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મોટા ભાઈ રમાકાંત શર્માએ ચિતાને મુખાગ્નિ આપી. આ દરમિયાન હાજર સેંકડો લોકોએ 'જીતેન્દ્ર શર્મા અમર રહો'ના નારા લગાવ્યા. આ પહેલા જીતેન્દ્રના ભાઈ રમાકાંતે દુર્ઘટનાના 50 કલાક પછી 72 વર્ષની વૃદ્ધ માતાને જણાવ્યું હતું કે દીકરો શહીદ થઈ ગયો છે. આ સાંભળતા જ માતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. ઘરમાં તેમના લગ્નની તૈયારીઓને લઈને પણ ચર્ચા ચાલી રહી હતી. તેમણે લગ્ન માટે એક છોકરી પણ જોઈ હતી અને પરિવાર ટૂંક સમયમાં લગ્નની પ્રક્રિયા આગળ વધારવાનો હતો. રડતા રડતા બોલ્યા- “અરે મારા લાલ, મારા ફોજી જીતુ… તું ક્યાં જતો રહ્યો બેટા. એક વાર આવી જા, તારી મા તારી રાહ જોઈ રહી છે. તારો અવાજ સાંભળવા તરસી ગઈ છું બેટા… એક વાર આવી જા.” માતા પોતાના દીકરાનો ચહેરો પણ જોઈ શક્યા નહીં, કારણ કે જીતેન્દ્રનો તાબૂત ખોલવામાં આવ્યો ન હતો. ખરેખર, દુર્ઘટનામાં મૃતદેહ સંપૂર્ણપણે બળી ગયો હતો. આ જ કારણસર અધિકારીઓએ પરિવારને તાબૂત ખોલવા દીધો નહીં. 13 જૂન (શનિવાર) ની સવારે લગભગ 10 વાગ્યે ભારતીય વાયુસેનાનું AN-32 કોર્ગો વિમાન લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં એરફોર્સના સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા સહિત 5 જવાનોના મોત થયા હતા. 5 તસવીરો જુઓ... 11 વર્ષ પહેલાં જીતેન્દ્ર શર્મા એરફોર્સમાં ભરતી થયા હતા
    Click here to Read More
    Previous Article
    ‘A1C 7.7%, fasting glucose 152 mg/dL: How serious is it?’
    Next Article
    માથું ઘડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગઈ:અમરેલીમાં સિંહણે યુવકનો શિકાર કર્યો; સ્થળેથી પાંસળીના ટુકડા-અડધું ખાધેલું માથું મળ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment