Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી:ટોપલેન્ડ એન્જિન્સ પ્રા.લિ.ના માર્કેટિંગ મેનેજરનો ફોન હેક કરી ગઠિયાઓએ બેંક ખાતામાંથી 1.93 લાખ ખંખેરી લીધા!

    5 days ago

    ડિજિટલ યુગમાં સાયબર ગઠિયાઓ અવનવા કીમિયા અજમાવીને માસૂમ નાગરિકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની ‘ટોપલેન્ડ એન્જિન્સ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે ફરજ બજાવતા આધેડ સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. ગૂગલ પર કસ્ટમર કેરનો નંબર સર્ચ કરવાની એક નાનકડી ભૂલ તેમને રૂ.1.93 લાખની મોટી આર્થિક પછડાટ આપી ગઈ છે. રાજકોટમાં જયંત કે.જી. સોસાયટી, જૈન ઉપાશ્રય પાસે શ્રી હંસવાહીની કૃપામાં રહેતા અશેષભાઈ રજનીકાંતભાઈ જોષીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોબાઇલ નં.9366590352 તથા 7317355299નો ઉપયોગ કરનાર તથા તપાસમાં ખૂલે તેનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી અશેષભાઈની કંપની દ્વારા માઇનોર ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, લખનૌ ખાતે મશીનરી સપ્લાય કરવામાં આવી હતી. આ મશીનરીની ડિપોઝિટનું રિફંડ હજુ સુધી કંપનીના ખાતામાં જમા ન થતાં, અશેષભાઈએ ગૂગલ સર્ચ એન્જિન પર જઈને લખનૌ ઇરિગેશન ડિપાર્ટમેન્ટની સાઇટ પરથી કસ્ટમર કેરનો નંબર શોધવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમને એક અજાણ્યો નંબર 9366590352 મળ્યો હતો, જેના પર તેમણે સંપર્ક સાધ્યો હતો. સામે છેડેથી વાત કરનાર ગઠિયાએ પોતાની ઓળખ ઇરિગેશન ડિપાર્ટમેન્ટના કર્મચારી તરીકે આપી ખૂબ જ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, કસ્ટમર કમ્પ્લેન રજિસ્ટર કરવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ ગઠિયાએ અન્ય એક મોબાઈલ નંબર 7317355299 પરથી અશેષભાઈના વોટ્સએપ પર એક શંકાસ્પદ એપ્લિકેશનની લિંક મોકલી હતી. ભોગ બનનાર મેનેજરે જેવી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી કે તુરંત જ તેમનો સેમસંગ કંપનીનો સ્માર્ટફોન હેક થઈ ગયો હતો. ફોનનો સંપૂર્ણ કંટ્રોલ પોતાના હાથમાં લેતાની સાથે જ સાયબર ગઠિયાઓએ ગણતરીની મિનિટોમાં જ અશેષભાઈના બે અલગ-અલગ બેંક ખાતાઓમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂ.1.93 લાખ ઉપાડી લીધા હતા. જેમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી રૂ.97 હજાર અને એક્સિસ બેંકના ખાતામાંથી રૂ.96 હજાર સેરવી લીધા હતા. ખાતામાંથી નાણાં ઉપડી જતા ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને પોતાની વિગતો આપી અરજી રજિસ્ટર કરાવી હતી.
    Click here to Read More
    Previous Article
    મનપાની સફાઈ ઝુંબેશ માત્ર કાગળ પર:મોરબીમાં સફાઈના નામે તંત્રનું નર્યું તૂત, શિક્ષિતોનું કલાકો સુધી શ્રમદાન
    Next Article
    CIA Casts Doubt On Iran's Commitment To Peace Deal Over Nuclear Concessions: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment