Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના મોટી ભલસાણ ગામ પાસેનો બનાવ:બોરવેલ ટ્રકનું ટાયર ફાટતાં યુવાને કૂદકો માર્યો, ટ્રક પલટી ગયો, મોત

    20 hours ago

    જામનગર નજીક મોટી ભલસાણ ગામ પાસે એક અત્યંત કમકમાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. બોરવેલ ગાડીનું ટાયર અચાનક ફાટતાં જીવ બચાવવા માટે ટ્રકમાંથી કૂદકો મારનારા 25 વર્ષીય રાજસ્થાની શ્રમિક યુવાન પર જ આખો ટ્રક પલટી મારી જતાં તેનું ઘટનાસ્થળે જ કાળજું કંપાવી દે તેવું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. રાજસ્થાનના નયા આબાદી (ફતેહગઢ)ના વતની રવીન્દ્રકુમાર માંગીલાલ મીણા (ઉ.વ.25) નામના યુવાન ગત તા.14ની રાત્રિના સમયે તેમના શેઠ તોફીકભાઈ તેમજ અન્ય સાથી મજૂરો સાથે બોરવેલ ટ્રકમાં ઠેબા ચોકડીથી વાણીયા ગામે એક ખેડૂતની વાડીએ બોરિંગ કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનો ટ્રક મોટી ભલસાણ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક ચાલુ ટ્રકે બોરવેલ ગાડીનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. ટાયર ફાટતાં જ ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ કટોકટીની પળોમાં પોતાનો જીવ બચાવવાના આશયથી રવીન્દ્રકુમારે ચાલુ ટ્રકમાંથી નીચે કૂદકો માર્યો હતો. અનિયંત્રિત બનેલો ભારેખમ બોરવેલ ટ્રક આગળ વીજપોલ સાથે અથડાઈને એ જ દિશામાં પલટી ખાઈ ગયો જ્યાં યુવાને કૂદકો માર્યો હતો. ટ્રક સીધો રવીન્દ્રકુમાર પર આવીને પડતાં તે ગંભીર રીતે કચડાઈ ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. મૃતકના પિતા માંગીલાલ આશારામ મીણાએ સ્થાનિક પોલીસમાં જાહેર કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ મૃતદેહને પંચનામા બાદ વતન રાજસ્થાન લઈ જવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરથી કરાર આધારિત ડોક્ટરની નિમણૂક થતાં અસંતોષ સર્જાયો:10 સિનિયરને બાજુ પર મૂકી કોન્ટ્રાક્ટ પરના ડોક્ટરને પ્રમોશન અપાતાં વિવાદ
    Next Article
    પર્યાવરણ જતન:જામનગર જિલ્લા હોમગાર્ડઝ પરિવાર દ્વારા પર્યાવરણ જતન માટે 12 હજાર જુદી જાતના સિડઝ-બોલ તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment