Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પર્યાવરણ જતન:જામનગર જિલ્લા હોમગાર્ડઝ પરિવાર દ્વારા પર્યાવરણ જતન માટે 12 હજાર જુદી જાતના સિડઝ-બોલ તૈયાર

    19 hours ago

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત 12 વર્ષના સેવા અને સુશાસનની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લા હોમગાર્ડઝ પરિવાર દ્વારા પર્યાવરણ જતન માટે એક પ્રશંસનીય અને અનોખી પહેલ કરવામાં આવી છે. ‘હરિયાળી ક્રાંતિ’ના સંકલ્પને સાકાર કરવા માટે હોમગાર્ડઝના સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને 12,000થી વધુ જુદી-જુદી જાતના ‘સિડ્ઝ-બોલ’ (બીજ ભરેલા માટીના દડા) તૈયાર કર્યા છે. આ સિડ્ઝ-બોલ બનાવવા માટે ચીકણી કાળી માટી સાથે જામનગર મહાનગરપાલિકાના સહયોગથી ઉત્તમ ગુણવત્તાવાળા છાણીયા ખાતરનો ઉપયોગ કરાયો છે. આ માટીના દડાઓમાં પ્રકૃતિને અનુકૂળ એવા વિવિધ વૃક્ષો જેવા કે સરગવો, લીમડો, ખેર, ગોરસ આંબલી, વડલો, જાંબુડી, પીપળો અને ગુલમોહરના બીજનો સમાવેશ કરવામાં આવ્યો છે. હોમગાર્ડઝ પરિવાર દ્વારા તૈયાર કરાયેલા આ તમામ સિડ્ઝ-બોલ આગામી ચોમાસાની સિઝન પૂર્વે જામનગર વન વિભાગને સુપ્રત કરવામાં આવશે, જેથી નિયત વિસ્તારોમાં તેની વાવણી કરીને હરિયાળી લાવી શકાય. જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના સીધા માર્ગદર્શન હેઠળ કાલાવડ, જોડિયા અને ધ્રોલ યુનિટના ઓફિસરો તેમજ જિલ્લા અને શહેર યુનિટના ભાઈઓ-બહેનોએ ખંતપૂર્વક મહેનત કરીને આ ભગીરથ કાર્યને સફળ બનાવ્યું હતું. હોમગાર્ડઝની આ પર્યાવરણલક્ષી કામગીરીને સમગ્ર જિલ્લામાં બિરદાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરના મોટી ભલસાણ ગામ પાસેનો બનાવ:બોરવેલ ટ્રકનું ટાયર ફાટતાં યુવાને કૂદકો માર્યો, ટ્રક પલટી ગયો, મોત
    Next Article
    After Putin Rejected G7 Talks Offer, Zelensky Now Seeks Meeting In US

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment