Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરખ:તમે ગ્રેટ, ગ્રેટર, ગ્રેટેસ્ટ ડેડી છો?

    3 days ago

    જયસ્વી પટેલ પિતા ડૉક્ટર હોય, વકીલ હોય, ક્લાર્ક હોય, રીક્ષાચાલક હોય કે પછી ચાની લારી ચલાવતા હોય...એ જ્યારે પિતા બને છે ત્યારે પોતાના બધા મોજ-શોખ-સુખ-દુ:ખ ભૂલી પોતાના સંતાનની દુનિયા સ્વર્ગસમી બનાવવામાં લાગી જાય છે. સંતાન માટે માતા એ એક પાસું છે, તો પિતા બીજું પાસું છે. ઇન્ટરનેશનલ ફાધર્સ-ડેએ જાણી લો, તમે ગ્રેટ, ગ્રેટર, ગ્રેટેસ્ટ ડેડી છો? (1) નાનું બાળક રાતે જાગી જાય, ત્યારે મોટે ભાગે (એ) મમ્મીને બોલાવે છે (બી) બા-દાદાને બોલાવે છે (સી) તમને બોલાવે છે (2) સંતાનોને તમારા ભરોસે મૂકીને, કામસર બહાર ગયેલી પત્ની પાછી આવે, ત્યારે બાળકો (એ) મમ્મીને મળવા ધસી જાય છે (બી) તમારી સાથે જ રમ્યા કરે છે (સી) મમ્મી સાથે વાત કરી, પાછા તમારી સાથે રમવા માંડે છે (3) બીમાર પત્નીને થોડા દિવસ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે, એવે વખતે તમે (એ) તમારાં માતા કે સાસુને બોલાવી એમને સંતાનોની જવાબદારી સોંપશો (બી) સંતાનોને સમજાવી એકલાં રહેવા જણાવશો (સી) નોકરીમાં રજા મૂકી સંતાનો અને પત્નીનું ધ્યાન રાખશો (4) સંતાનનાં કેટલાં ફ્રેન્ડ્સને તમે સારી રીતે જાણો છો? (એ) એક-બે (બી) ચાર-પાંચ (સી) બધાંને (5) થોડા દિવસમાં સંતાનની વર્ષગાંઠ આવે છે, તમે - (એ) પતિ-પત્ની સંતાનને જરૂરી હોય તેવી ભેટ લાવી રાખો છો (બી) ભેટ-બેટ જેવું કંઈ આપતાં જ નથી (સી) સંતાન કે પત્ની યાદ અપાવે ત્યારે મને-કમને ભેટ લાવો છો (6) તમારા સંતાનની ગતિ-પ્રગતિની ચર્ચા માટે તમને શાળામાં બોલાવે છે. તમે (એ) પતિ-પત્ની બંને જશો (બી) તમે એકલા જશો (સી) પત્નીને મળી આવવા કહેશો (7) પત્ની ઘરે કે રજા પર હોય ત્યારે (એ) સંતાનોની જવાબદારી તેને સોંપી બહાર જતા રહેશો (બી) પત્નીને સ્વતંત્રતા આપી, તમે સંતાનો સાથે સમય ગાળશો (સી) થોડો સમય સંતાનો સાથે ગાળી, પત્નીના ભરોસે મૂકી બહાર જતા રહેશો (8) તમારા સંતાનને શાળાના ગૃહકાર્યમાં તકલીફ પડે તો (એ) થોડો સમય ફાળવી, ‘બાકીનું મમ્મીને પૂછી લેજે’ કહેશો (બી) પત્નીને સંભાળી લેવા કહેશો (સી) બધું પડતું મૂકી બાળકને ભણાવવામાં લાગશો (9) જે સંતાનો પિતાના ભરપૂર પ્યાર-આત્મીયતા મેળવે છે, તેઓ મુશ્કેલીમાં પણ સંતુલિત રહી શકે છે. આપનો મત- (એ) સાવ સાચી વાત (બી) થોડે ઘણે અંશે સાચું (સી) એવું કાંઈ નથી હોતું (10) સંતાનો સાથે ગાઢપૂર્વક જોડાયેલા પિતા પોતાની જિંદગીમાં પણ સકારાત્મકતા અનુભવે છે? (એ) સાવ સાચી વાત (બી) થોડે-ઘણે અંશે (સી) એવું કાંઈ નથી હોતું સ્કોર (1) (એ-3) (બી-1) (સી-6) (2) (એ-1) (બી-6) (સી-3) (3) (એ-3) (બી-1) (સી-6) (4) (એ-1) (બી-3) (સી-6) (5) (એ-6) (બી-1) (સી-3) (6) (એ-3) (બી-6) (સી-1) (7) (એ-1) (બી-6) (સી-3) (8) (એ-3) (બી-1) (સી-6) (9) (એ-6) (બી-3) (સી-1) (10) (એ-6) (બી-3) (સી-1) રિઝલ્ટ 44થી 60 માર્ક્સ : તમે ગ્રેટ,ગ્રેટર અને ગ્રેટેસ્ટ ડેડી છો. તમે સંતાનોનો ખૂબ સારી રીતે ઉછેર કરી રહ્યા છો. તમારાં સંતાન નસીબદાર છે કે, આપના જેવા ડેડી મળ્યા. 27થી 43 માર્ક્સ : તમે ગ્રેટ ડેડી છો. સંતાનોને પ્યાર-વાત્સલ્ય આપી બધી સહાય કરો છો. જો કે, હજુ તેમાં થોડી વૃદ્ધિ કરવાની જરૂર છે. 10થી 26 માર્ક્સ : તમે માત્ર ડેડી જ છો. તમારે સંતાનો અને પરિવાર પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. તમારા સાથ-સહાય વગર સંતાનો કે પરિવાર આગળ નહીં વધી શકે.
    Click here to Read More
    Previous Article
    સુનામી:સાસુ જવાબદારીઓને સમજે, વહુ પોતાની ફરજો ને!
    Next Article
    ખબરનામા:બાળકોની સારવાર માટે ફંડ ભેગું કર્યું, ફોર્બ્સ યાદીમાં સ્થાન મળ્યું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment