Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખબરનામા:બાળકોની સારવાર માટે ફંડ ભેગું કર્યું, ફોર્બ્સ યાદીમાં સ્થાન મળ્યું

    1 day ago

    લજ્જા દવે પંડ્યા વર્ષ 2021માં બેંગલોરની દિવા ઉત્કર્ષના નાના ભાઈ સૂર્યાને ‘ટાઈપ 1 ડાયાબિટીસ’ હોવાનું નિદાન થયું. આખા પરિવાર માટે આ સમાચાર આઘાતજનક હતા. ઘરમાં સારવારના ખર્ચની વાતો સાંભળીને અને બીમારીને લીધે ઊભી થતી તણાવગ્રસ્ત પરિસ્થિતિ જોઈને દિવાના મનમાં એક વિચાર આવ્યો, ‘જો મારા જેવા સક્ષમ પરિવારને આ બીમારી મેનેજ કરવામાં આટલી મુશ્કેલી પડતી હોય, તો બે ટંકના ભોજન માટે પણ સંઘર્ષ કરતા હોય તેવા લોકોને કેવું અઘરું લાગતું હશે?’ આ એક જ વિચારે દિવાના જીવનની દિશા બદલી નાખી. તેણે ટાઈપ -1 ડાયાબિટીસથી પીડાતા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા ‘પ્રોજેક્ટ સૂર્યા’ની શરૂઆત કરી. દિવાએ લોકો પાસે મદદ માગી આશરે ₹20 લાખથી વધુની ભંડોળ ભેગું કર્યું. જેનાથી તેણે 3,190 થી વધુ ગરીબ બાળકોને ઇન્સ્યુલિન વાયલ, ગ્લુકોઝ મોનિટરિંગ સ્ટ્રીપ્સ અને સિરીંજ જેવા સાધનો પહોંચાડ્યા. એટલું જ નહીં, તેણે 200થી વધુ આશા વર્કરોને આ અંગેની તાલીમ આપી હજારો ગામડાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવવાનું ભગીરથ કાર્ય પણ કર્યું છે. તેના આ નિઃસ્વાર્થ સેવાકાર્યની નોંધ સમગ્ર દુનિયાએ લીધી છે. તાજેતરમાં જ તેને પ્રતિષ્ઠિત ‘ફોર્બ્સ 30 અંડર 30 એશિયા 2025’ ની યાદીમાં ‘સોશિયલ ઈમ્પેક્ટ’ કેટેગરીમાં સૌથી નાની વયની યુવતી તરીકે સન્માનિત કરવામાં આવી છે. અગાઉ 2023 માં તેને બ્રિટિશ રોયલ ફેમિલીનો ‘ડાયેના એવોર્ડ’ પણ મળી ચૂક્યો છે. અત્યારે દીવા ધોરણ 12નો અભ્યાસ પૂરો કરી ચૂકી છે અને હવે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવાની તૈયારી કરી રહી છે. તેની કહાની એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંગત પીડાને સમાજસેવામાં ફેરવી દે તો તે અનેક જીવનમાં ઉજાસ લાવી શકે છે. લડત આપનારી મહિલાઓ માટે લડત કોણે આપી? ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને પુરુષો જેટલા જ અધિકારો અને કાયમી નોકરીનો હક અપાવવા માટે મહત્વની કાનૂની લડત લડનારા વકીલ વી. મોહના હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે સેવા આપશે. વી. મોહનાની આ નિમણૂક ખાસ છે. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં વકીલમાંથી સીધા જ જજ બનનારા તેઓ માત્ર બીજા મહિલા વકીલ છે. તેમના પહેલાં જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાને આ તક મળી હતી. ચેન્નાઈના વી. મોહના છેલ્લા લગભગ 40 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરી રહ્યા છે. કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ દિલ્હી આવ્યા હતા અને ધીમે ધીમે દેશના જાણીતા વકીલોમાંના એક તરીકે ઓળખ મેળવી હતી. 2015માં તેમને સુપ્રીમ કોર્ટે ‘વરિષ્ઠ વકીલ’નો દરજ્જો આપ્યો હતો. તેમની સૌથી મોટી ઓળખ એ છે કે સમાજમાં અને કાયદામાં મહિલાઓને સમાન હક મળે તે માટે તેમણે હંમેશા અવાજ ઉઠાવ્યો છે. આર્મીમાં મહિલાઓનો કેસ જીતવા ઉપરાંત, તેમણે કર્ણાટકનો હિજાબ વિવાદ અને વડીલોની મિલકતના અધિકારો જેવા મહત્ત્વના કેસોમાં પણ કોર્ટમાં રજૂઆત કરી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટની અંદર મહિલા વકીલોને ચેમ્બર ફાળવવામાં થતા અન્યાય સામે પણ તેમણે લડત આપી હતી. વી.મોહના જૂન 2031 સુધી, એટલે કે આવનારા લગભગ 5 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટના જજ તરીકે સેવા આપશે. વકીલમાંથી સીધા જજ બનવાને કારણે તેઓ સુપ્રીમ કોર્ટમાં સામાન્ય લોકો અને વકીલોની મુશ્કેલીઓને બહુ નજીકથી સમજી શકે છે. એક જજ તરીકે તેમની આ નવી ઇનિંગથી સુપ્રીમ કોર્ટમાં કેસોનો નિકાલ ઝડપથી થશે અને દેશની ન્યાય વ્યવસ્થા મહિલાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ અને પ્રગતિશીલ નિર્ણયો લેશે તેવી આશા જાગી છે. 13 ભારતીય સૈન્ય (ભૂમિદળ)માં કામ કરતી સ્ત્રીઓની સંખ્યા 4 ટકા છે. નૌકાદળમાં લેડી લડવૈયાઓનું પ્રમાણ વધારે એટલે 6 ટકા છે. સૌથી વધારે 13 ટકા એરફોર્સમાં છે પક્ષીઓના ખોળા ભર્યા, નેટ જિયોએ એવોર્ડ આપ્યો આસામના જાણીતા વન્યજીવ સંરક્ષક પૂર્ણિમા દેવી બર્મનને 2026નો નેટ જિયો વે ફાઇન્ડર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ડૉ. બર્મન છેલ્લા બે દાયકાથી આસામમાં જોવા મળતા દુર્લભ પક્ષી હાડગિલાના સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા છે. આ પક્ષીઓ મૃત પ્રાણીઓ અને કચરો ખાઈને જીવતા હોવાથી તેમને પર્યાવરણના સફાઈ કામદાર માનવામાં આવે છે. પણ તેમના કદરૂપા દેખાવને લીધે અને તે ઘર પાસે માંસ હાડકાં લાવતા હોવાથી સ્થાનિક લોકો તેને અશુભ માનતા હતા, તેમના માળા તોડી પાડતા હતા. પરિણામે આ પક્ષીઓ લુપ્ત થવાના આરે પહોંચી ગયા હતા. ડૉ. બર્મને લોકોની માનસિકતા બદલવા માટે અનોખી પહેલ શરૂ કરી. તેમણે હજારો મહિલાઓને જોડીને ‘હાડગિલા આર્મી’ નામનું જનઆંદોલન ઊભું કર્યું. આ મહિલાઓ તેના સંરક્ષણ માટે કામ કરે છે. સાથે જ આસામના પ્રખ્યાત કાપડ ગમછા અને અન્ય વસ્ત્રો પર હાડગિલા પક્ષીની આકૃતિઓ વણીને લોકોમાં જાગૃતિ ફેલાવવાની સાથે રોજગારી પણ મેળવે છે. લોકો આ પક્ષીઓ સાથે ભાવનાત્મક રીતે જોડાય તે માટે ડૉ. બર્મને પક્ષીઓના પ્રજનન કાળ દરમિયાન મહિલાઓ સાથે મળીને પક્ષીઓની ‘ગોદભરાઈ’ જેવી પરંપરાગત ઉજવણીઓ પણ શરૂ કરાવી છે. પરિણામે, આજે આ પક્ષી અશુભ મટીને સ્થાનિક ગૌરવ અને સંરક્ષણનું પ્રતીક બની ગયું છે. તેમના પ્રયાસોથી હાડગિલાની સંખ્યા પણ વધી છે. માત્ર 19 વર્ષની ભારતીય કેન્સર સંશોધક હાર્વર્ડ અને યેલ જેવી સંસ્થાઓના ધુરંધર સંશોધકો વચ્ચે એક 19 વર્ષની ભારતીય વિદ્યાર્થીનીએ પોતાના કેન્સર પરના સંશોધનો રજૂ કરીને વિશ્વને પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. 14 એપ્રિલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ ખાતે યોજાયેલી કેન્સર સંશોધન વર્કશોપમાં હાર્વર્ડ અને યેલ જેવી દુનિયાની અગ્રણી સંસ્થાઓના 35 દિગ્ગજ વૈજ્ઞાનિકો અને સંશોધકોએ ભાગ લીધો હતો. જેમાં ન્યૂ દિલ્હીની અને હાલમાં મિશિગનની હિલ્સડેલ કોલેજમાં અભ્યાસ કરતી સમીક્ષા એકમાત્ર અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીની હતી. આ આંતરરાષ્ટ્રીય મંચ પર પેપર રજૂ કરનારી તે સૌથી નાની વયની સંશોધક બની છે. સમીક્ષાનું સંશોધન વારસાગત સ્તન કેન્સર અને તેમાં રહેલા RNA તથા microRNAની ભૂમિકા પર કેન્દ્રિત છે. તે ભવિષ્યમાં કેન્સરના લક્ષણોની વહેલી ઓળખ કરવા અને દર્દીઓ માટે વધુ અસરકારક સારવાર સુવિધા ઊભી કરવામાં મદદરૂપ થઈ શકે છે. સમીક્ષાનો જન્મ અને શાળાકીય શિક્ષણ નવી દિલ્હીમાં થયું હતું. સ્કૂલ દરમિયાન જ તેને જેનેટિક્સ અને કેન્સર રિસર્ચમાં ભારે રસ જાગ્યો હતો. શાળામાં ભણતી વખતે જ તેણે નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં પોતાનું પ્રથમ સંશોધન પેપર પ્રકાશિત કરાવ્યું હતું. ત્યાંથી શરૂ થયેલી સમીક્ષાની સફર વૈશ્વિક સ્તરે પહોંચી ગઈ છે, જ્યાં તે વિશ્વના અગ્રણી વૈજ્ઞાનિકોની વચ્ચે ભારતનું નામ રોશન કરી રહી છે. ફૂટબોલ વર્લ્ડકપમાં ભારતની એકમાત્ર લેડી ફોટોગ્રાફર ફૂટબોલ વર્લ્ડકપની તસવીરો માટે દુનિયાભરના ફોટોગ્રાફરો પહોંચ્યા છે. ફેડરેશન ઓફ ઈન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન (ફિફા)એ ભારતની એક જ લેડી ફોટોગ્રાફરને એન્ટ્રી આપી છે, ગિતિકા તાલુકદાર. ગિતિકા આસામની વતની છે અને ત્યાંના રાજ્ય સરકારના ગ્લોબલ સ્પોર્ટ્સ પ્લેટફોર્મનું પ્રતિનિધિત્વ કરે છે. ફિફા વર્લ્ડકપમાં સત્તાવાર ફોટા પાડવા માટે ફોટોગ્રાફરોને એક્રેડિટેશન આપવામાં આવતું હોય છે. ગિતિકા માટે આ ત્રીજો ફિફા વર્લ્ડકપ છે. 2018માં રશિયા અને 2022નો કતાર વર્લ્ડકપ પણ એ ફોટોગ્રાફર તરીકે કવર કરી ચૂકી છે. ભારતમાં રમતગમત જેવા ક્ષેત્રે મહિલા ફોટોગ્રાફરોની સંખ્યા ઘણી ઓછી છે. માટે કોઈ યુવતી આ દિશામાં કારકિર્દી બનાવે તો ભાવિ ઉજ્જવળ છે.
    Click here to Read More
    Previous Article
    પરખ:તમે ગ્રેટ, ગ્રેટર, ગ્રેટેસ્ટ ડેડી છો?
    Next Article
    ખોબામાં દરિયો:કબૂલાત

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment